સુરત: વરાછા પોલીસે બપોરે કારખાનાઓથી ધમધમતા ઘનશ્યામ નગર શેરી નંબર 16 માં રેડ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે, અહીં એક કારખાનાના ત્રીજા માળે છેલ્લા કેટલાક દિવસથી લતા ઉર્ફે રીયા હિતેશ પટેલ નામની મહિલાએ બહારના રાજ્યોમાંથી લલનાઓ મંગાવી દેહ વેપારનો ધંધો શરૂ કર્યો છે.
પોલીસે રેડ કરતા લતાબેન ઉપરાંત અહીં શરીરસુખ માણવા આવેલા 6 ગ્રાહકો અરવિંદ ભૌહરે ચૌહાણ, રાજ હિતેશ જાની, સારજન આલમ મો. હાસીમ શેખ, વિજયપાલ અમરસિંહ ગેહલોત, સોનુ સોમનાથ યદુવંશી અને પીંટુ બાબુ વસાવાને ઝડપી લીધા હતા. પોલીસે અહીંથી રોકડા 61,460 રૂપિયા ઉપરાંત 83 નંગ કોન્ડોમ અને ઓનલાઇન પેમેન્ટ માટેની ક્યુ.આર. કોડ મશીન પણ કબજે કર્યું હતું. પોલીસને અહીંથી ત્રણ લલનાઓ મળી હતી. જેમાંથી બે પશ્ચિમ બંગાળની હતી. જયારે અન્ય એક 35 વર્ષીય યુવતી બાંગ્લાદેશી હોવાનું બહાર આવ્યું હતું.
સબ ઇન્સ્પેકટર એ.જી. પરમારે આ મુદ્દે જણાવ્યું કે, આ યુવતી 8 મહિના પહેલાં બોર્ડર ક્રોસ કરી ગુજરાત આવી પહોંચી હતી. 7 મહિનાથી તે અમદાવાદમાં રહેતી હતી અને 15 દિવસ પહેલાં તે સુરત આવી હતી. જોકે એક લલના બાંગ્લાદેશી નીકળતા પોલીસે હવે તેને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી..

અન્ય પોલીસ કામગીરીની વાત કરીએ તો પાંડેસરા પોલીસને મળેલી બાતમીના આધારે વડોદ ગામે મનપા આવાસના બિલ્ડિંગ નંબર 75ના રૂમ નં. 11,12 અને 13 માં બહારથી કોલગર્લ લાવીને ગ્રાહકો સાથે શરીર સુખ માણવા માટેની સવલતો પૂરી પાડવામાં આવતી હતી. જ્યાં પોલીસે છાપો મારીને કુટણખાનું ચલાવતા સંતોષકુમાર ઉર્ફે રાહુલ ગોલખ પાલ (રહે. સાંઈ શક્તિ એપાર્ટમેન્ટ, ભેસ્તાન), મશુ મંગલસિંહ (રહે. વડોદ આવાસ બિલ્ડિંગ 75, રૂમ 12,13)ને ઝડપી પાડયા હતા. તેમજ ચાર કોલગર્લને પકડીને ડિટેઈન કરી હતી.

અહીં કોલગર્લ પાસે આવેલા ગ્રાહકોની પોલીસે રંગે હાથ પકડાઈ જતાં ધરપકડ કરી હતી. આ ગ્રાહકોના નામ નીચે પ્રમાણે છે:
- રંજન રમેશ બહેરા (રહે. લક્ષ્મીનગર, વડોદ, પાંડેસરા)
- જયભવાનીસિંગ સુનિલસિંગ યાદવ (રહે. વડોદ આવાસ)
- બસંત કાપર ગજેન્દ્ર નેપાલી (રહે. ગોવાનજીની ચાલ, પલસાણા)
- સકિલ અહેમદ કાસીમ સાફી નેપાલી (રહે. ગોવાનજીની ચાલ, પલસાણા)
- કમલજીત દેવન મંડલ (રહે. પાંડેસરા જીઆઇડી)
- બલરામ રામગોપાલ તિવારી (રહે. ગણેશનગર, વડોદરા)
પોલીસે કૂટણખાનાના સંચાલકો પાસેથી રોકડ 7900 રૂપિયા, મોબાઇલ ફોન અને કોન્ડોમ 18 નંગ એમ કુલ 27,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ભાગી છૂટેલા રાજ માલીયા, મહેશ જૈના, બાબા માલીયા અને વિક્રમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.

આ પણ વાંચો: