સુરત: ઓલપાડ તાલુકામાં સાત વર્ષની બાળકી પોતાના ભાઈ સાથે રમી રહી હતી. આ દરમિયાન પાડોશમાં રહેતા ભીમ દીનદયાળ નામના શખ્સે બાળકીને કેળા ખવડાવવાની લાલચ આપી હતી અને બાળકીને પોતાના રૂમમાં લઈ ગયો. ત્યાં તેણે બાળકીના કપડા ઉતરાવી નિર્વસ્ત્ર કરી દીધી અને શારીરિક અડપલા કર્યા. આ ઘટનાથી બાળકી હેબતાઈ ગઈ અને થરથર ધ્રૂજવા લાગી. બાળકીએ આ અંગે પોતાની માતાને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ પરિવાર ઓલપાડ પોલીસ મથકે પહોંચ્યો. પોલીસ ઇન્સ્પેક્ટર સી.આર. જાદવે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી. ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ્યો હતો આરોપી અપરણિત હોવાનું અને એકલો રહેતો હોવાનું જાણવા મળ્યું છે.
પી,આઈ.સી આર જાદવે જણાવ્યું હતું કે, ઓલપાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૭ વર્ષની દીકરી તેના નાના ભાઈ સાથે રમતી હતી ત્યારે આરોપી દીકરીને કેળું ખવડાવવાની લાલચ આપી હતી અને બાદમાં તેને તેડીને બિલ્ડીંગમાં ચોથા માળે લઇ ગયો હતો, જ્યાં બાળકીના કપડા કાઢીને શરીર પર અડપલા કર્યા હતા જે બાબતની જાણ દીકરી અને તેના નાના ભાઈએ માતાને કરી હતી. જેથી તેઓએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને પોલીસે ગુનાની ગંભીરતા સમજીને તાત્કાલિક ગુનો દાખલ કર્યો હતો અને અલગ અલગ ટીમો બનાવીને આરોપીને ઓલપાડ પોલીસે પકડી પાડ્યો હતો.
આવા બનાવો વધી રહ્યા હોવાથી પોલીસની શી-ટીમ દ્વારા બાળકીઓને 'ગુડ ટચ-બેડ ટચ' અંગે માહિતી આપવામાં આવી રહી છે. જેથી કોઈ બાળકી સાથે આવું કૃત્ય થાય તો તેને તરત ખ્યાલ આવી જાય.