છોટા ઉદેપુર: છોટા ઉદેપુર જીલ્લાનો અતિ પછાત ગણાતા કવાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી ઉનાળામાં પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. નર્મદા નદીનું પાણી કેનાલ મારફતે છેક કચ્છ પહોંચે છે, તો પાઇપ લાઈન મારફતે 150 કિલોમીટર દાહોદ પહોંચે છે, પરંતુ નર્મદા નદીથી 10 કિલોમીટરના અંતરે આવેલા સમલવાંટ ગામમાં પહોંચતું નથી. આ ગામના લોકોને આજે પણ પાણી માટે વલખા મારવા પડે છે.
ઉનાળામાં દર વર્ષે પાણી માટે વલખા
કવાંટ તાલુકાનું સમલવાંટ ગામ વર્ષોની પરંપરા મુજબ અખાત્રીજ બાદ જ આ ગામમાં લગ્નસરાની સીઝન શરૂ થાય છે. અને ઉનાળામાં પીવાના પાણી માટે વલખા પણ મારવાં પડે છે. સમલવાંટ ગામના સસ્તી ફળીયામાં 'નલ સે જલ' યોજના અંતર્ગર્ત ઘરે ઘરે નળના સ્ટેન્ડ તો ઉભા કરવામાં આવ્યા છે, પરંતુ આ નળમાં ટીપુય જળ આવતું નથી, તો પાંચ જેટલાં હેન્ડપમ્પમાં માત્ર અળધી ડોલ જેટલું જ પાણી આવી રહ્યું છે, જેણે લઈને એક કિલોમીટર દૂર આવેલા કુવા પર મહિલાઓને પીવાનું પાણી લેવા જવા પર મજબુર થવું પડે છે.

ગામમાં નળ પહોંચ્યા પાણી નથી આવતું
સમલવાંટના સસ્તી ફળિયામાં 20 હજાર લીટરની ક્ષમતા ધરવતી પાણીની ટાંકી તો બનાવવામાં આવી છે, પરંતુ આ ટાંકીને પાણીનું કનેક્શન નહીં આપવામાં આવતા શોભાના ગાંઠિયા સમાન ઉભી છે. સમલવાંટ ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત ઉભા કરેલા નળમાં જળ આવતું નથી. તો હેન્ડપંમ્પમાં પાણી નહીં આવવાથી એક કિલોમીટર દૂર આવેલો કૂવો જે 100 ફૂટ ઊંડો છે, તેમાં દોરડાથી પાણી ખેંચીને મહિલાઓ પીવાનું પાણી ભરી રહી છે.
ક્વાંટ તાલુકાનું આ સમલવાંટ ગામ બોર્ડર વિલેજ હોય, 3 હજારની વસ્તી ધરાવતા ગામમાં માણસો પીવાના પાણી માટે જ વલખા મારી રહ્યા છે, તો નાહવા ધોવા અને પશુઓને પીવાનું પાણી કયાંથી લાવવું એ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે.

પશુઓને પાણી પીવડાવવાની સમસ્યા
ગામ લોકોને પીવાના પાણી માટે 100 ફૂટ ઊંડા કુવામાંથી ખેંચીને તો લાવી રહ્યાં છે, પણ પશુઓને પાણી પીવડાવવાની તકલીફ હોવાના કારણે છુટ્ટા છોડી દેવા પર મજબુર બનવું પડે છે, તો આંતરિયાળ વિસ્તારોમાં વીજ પુરવઠો પણ નિયમિત નહીં મળતો હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે.

આ કારણે સમલવાંટ ગામના લોકો પાસે પેટનો ખાડો પુરવા આનાજ તો છે, પણ તરસ છીપાવવા માટે પાણી નથી. એક ટેન્કર પાણી માટે એક હજાર રૂપિયા ખર્ચી વેચાતું લાવવવા પર મજબુર બનવું પડ્યું છે. તો દરેક ઘર આગળ પ્લાસ્ટિકના બેનર મુકી પાણીનો સંગ્રહ કરી રહ્યા છે, તો કેટલાંક લોકો ખાડો ખોદી ખાડામાં પાણી ભરે છે. સ્થાનિક લોકોની માંગ છે કે સરકાર તેમને નર્મદા યોજના હેઠળ પાણી પૂરું પાડે. જેથી તેમની આ સમસ્યા દૂર થાય.
આ પણ વાંચો: