પાટણ: પાટણમાં કલેક્ટર કચેરીમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો હોવાનો ધમકી ભર્યો ઇમેઇલ મળવા દોડધામ મચી ગઈ હતી. બપોરે 1.45 કલાકે પાટણ કલેક્ટરના ઇમેલ આઇડી પર ધમકી ભર્યો ઇમેઇલ મળ્યો હતો. જેમાં કલેકટર કચેરીમાં બપોરના ત્રણ વાગ્યા સુધી બ્લાસ્ટ થવાની ધમકી આપવામાં આવી હતી. બ્લાસ્ટનો ધમકી ભર્યો ઇમેલ મળતા જ કલેક્ટરે સમય સૂચકતા વાપરી કલેકટર કચેરીમાં કામ કરતા તમામ કર્મચારીઓને તાત્કાલિક કચેરીની બહાર જતા રહેવાની સૂચનાઓ આપી હતી. કર્મચારીઓને કચેરીની બહાર નીકળી જવાની સૂચના મળતા તેમનામાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો અને પાટણ પોલીસ અધિક્ષકને જાણ કરતા જ આખી કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ જવા પામી હતી.
પોલીસનો કાફલો કલેક્ટર કચેરીએ પહોંચ્યો
પાટણ કલેકટર કચેરી ખાતે પોલીસ અધિક્ષક સહિત LCB, SOG, B ડિવિઝન સહિતની પોલીસ ટીમો ખડકાઈ જવા પામી હતી અને બોમ્બ ડિસ્પોઝલ ટીમને તાત્કાલિક બોલાવી પાટણ કલેકટર કચેરીમાં IED બ્લાસ્ટ થવાની ધમકીના પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી. પાટણ કલેકટર કચેરીના તમામ કર્મચારીઓને ઘરે જતા રહેવાની સૂચનાઓ આપવામાં આવતા કર્મચારીઓ ભયના ઓથા હેઠળ પોતાના કર્મચારીઓએ ઘરે જવાની ફરજ પડી હતી.

કલેક્ટરે શું કહ્યું?
પાટણના કલેક્ટરે અરવિંદ વી.એ જણાવ્યું કે, કલેક્ટરના ID પર એક ઇમેઇલ આવ્યો હતો. તેમાં બોમ્બની ધમકી જેવું લખ્યું છે, આજે 3 વાગ્યા પહેલા IED બ્લાસ્ટની સંભાવના છે તેવો અજાણ્યો ઇમેઇલ હતો. આ સાવધાનીના પગલા રૂપે છે કોઈ ગભરાવવાની વાત નથી. IED બાબતે કોઈ આઈન્ટિફાય નથી કર્યું. કચેરીમાં 200થી વધુ વધારે લોકો હોવાથી બધાને ક્લિયર કરવાની બેસિક SOP તરીકે થઈ રહ્યું છે.
આ પણ વાંચો: