ETV Bharat / state

ગાડી પર લાઈટ લગાવવી યુવકને ભારે પડી, હાલોલ પોલીસે રોલ્લા પાડતા યુવકને દબોચ્યો - PANCHMAHAL NEWS

સરકારી રાજ્ય સેવક હોવાની ખોટી ઓળખ આપવી હાલોલના યુવકને ભારે પડી છે. ધ્રુવકુમાર કાળુભાઈ વાળંદ સામે હાલોલ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આરોપી ધ્રુવકુમાર વાળંદ
આરોપી ધ્રુવકુમાર વાળંદ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 24, 2025 at 2:41 PM IST

1 Min Read

પંચમહાલ : હાલોલ નગરમાં સરકારી રાજ્ય સેવકની ખોટી ઓળખ આપીને ગાડી પર લાલ ભૂરી લાઈટ લગાવીને ફરતાં એક યુવાન ધ્રુવકુમાર કાળુભાઈ વાળંદ સામે હાલોલ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કિયા કંપની કાર જપ્ત કરીને આ યુવક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સરકારી કર્મચારી હોવાની ધોસ કરતો યુવાન : પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ ગ્રામ્ય પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે હાલોલ નગરમાં આવેલા હરિદર્શન સોસાયટી કંજરી રોડ ખાતે રહેતા ધ્રુવકુમાર કાળુભાઈ વાળંદ પોતાની ફોર વ્હીલર ગાડીમાં લાલ ભૂરી લાઈટ લગાવીને ફરતો હતો. જોકે, યુવક ગર્વમેન્ટ ઓફ ઈન્ડીયાની તકતી લગાવીને પોતે સરકારી કર્મચારી ન હોવા છતાં સરકારી કર્મચારીની ઓળખ આપે છે.

હાલોલ પોલીસે ગાડી પર લાઈટ લગાવવી રોલ્લા પાડતા યુવકને દબોચ્યો (ETV Bharat Gujarat)

લાલ-ભૂરી લાઈટ લગાવી રોલ્લા પાડતો : આ મામલે હાલોલ ગ્રામ્ય પોલીસે યુવાનને ઘરે જઈ તપાસ કરતા ઘરની બહાર કીયા કાર પડી હતી. આગળ પાછળ નંબર પ્લેટ લગાવી ન હતી. ગાડીની ડીકી ખોલતા રજીસ્ટ્રેશન નંબર પ્લેટ મળી આવી હતી. ગાડી ઉપર લાલ ભૂરી લાઈટ લગાડવામાં આવી હતી. પુછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, પોતે રાજ્ય સેવક તરીકે કામગીરી કરે છે તેવી છાપ પાડવા માટે લાલ ભૂરી લાઈટ લગાવી અને ગર્વમેન્ટ ઓફ ઈન્ડીયા લગાવ્યું છે.

હાલોલ ગ્રામ્ય પોલીસની કાર્યવાહી : આ મામલે પોલીસે ધ્રુવકુમાર વાળંદની અટકાયત કરી છે અને કાર જપ્ત કરીને સરકારી હોદા પર ન હોવા છતાં રાજ્ય સેવક તરીકે ખોટી ઓળખ આપી ખોટો 'ઉપયોગ કરેલો હોવાથી હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.