ગોધરા: દેશભરમાં આજે હનુમાન જયંતિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ હનુમાન મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે પંચમહાલ જિલ્લામાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ગોધરાના વાવડી હનુમાન મંદિર ખાતે આ પાવન પર્વની વિશેષ ઉજવણી કરાઈ હતી. ગ્રામીણ વિસ્તારમાં પણ આવેલા મંદિરોમાં હનુમાન જયંતિની ઉજવણી કરાઈ હતી. જેમાં શહેરા તાલુકાના બોરીયા ગામમાં હવન અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પંચમહાલ જિલ્લામાં ચૈત્રી પૂનમ નિમિત્તે હનુમાન જયંતિ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગોધરા શહેરમાં આવેલા હનુમાન મંદિરોમાં ભાવિકોની ભીડ જોવા મળી હતી. વાવડી ખાતે આવેલા હનુમાન મંદિરના પ્રાંગણમાં મારુતિ યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો ભાવિકોએ લાભ લીધો હતો.

શહેરા નગરમાં તેમજ ગ્રામીણ વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરા તાલુકાના બોરીયા ગામે સંકટમોચન હનુમાનજીનું મંદિર આવેલુ છે. સવારથી મંદિરે આસપાસનો લોકો દર્શન કરવા માટે ઉમટી પડયા હતા. ગ્રામજનો દ્વારા મંદિર ખાતે હોમ હવન સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. શાસ્ત્રોક્ત વિવિધ અનુસાર હોમ હવન કરવામાં આવ્યો હતો, સાથે સાથે મહાપ્રસાદીનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતું.
આ પણ વાંચો: