પંચમહાલ: રાજ્યમાં તંત્ર જાણે સફાળું જાગીને કામે લાગ્યું હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે જમીન અને મકાન પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે.
આ કાર્યવાહી હવે પંચમહાલ પણ પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રીછવાણી ગામે ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રીંછવાણી ગામે ગેરકાયદે દબાણો પર તંત્ર નું બુલડોઝર ચાલ્યું હતું. રીછવાણી બજારમાં આવેલા 100 થી વધુ કાચા પાકા દબાણો દુર કરવામાં આવ્યા હતા. દબાણ હટાવવા મુદ્દે અગાઉ સ્થાનિકોને પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી હતી, અને આખરે ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.
તમને જણાવી દઈએ કે, દબાણોના વિવાદ મુદ્દે અગાઉ રીંછવાણીના ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ (R&B department) અને તાલુકા પંચાયત સાથે પોલીસ વિભાગના કર્મચારીઓ હાજર રહી દબાણો દૂર કરવા આવ્યા હતા. પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: