હૈદરાબાદ: જાણીતા ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર કુમુદિની લાખિયાનું આજે વહેલી સવારે 95 વર્ષની જૈફ વયે નિધન થયું છે. તેમને તાજેતરમાં જ પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
કુમુદિની લાખિયાનો જન્મ 17 મે 1930ના રોજ અમદાવાદમાં થયો હતો. તેઓ એક સફળ ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર હતા.
પદ્મવિભૂષણ શ્રીમતી કુમુદિનીબેન લાખિયાનાં દુખદ નિધનથી કલા જગતને ખૂબ મોટી ખોટ પડી છે, કન્ટેમ્પરરી કથક નૃત્યના પાયોનિયર ગણાતાં કુમુદિનીબહેને કથકને સોલો ડાન્સ ફૉર્મમાંથી સમૂહમાં ભજવી શકાય તેવા નૃત્ય તરીકેની નવી ઓળખ અપાવી હતી. નૃત્ય ક્ષેત્રે એમનું પ્રદાન સદાય અવિસ્મરણીય રહેશે.
— C R Paatil (@CRPaatil) April 12, 2025
ઇશ્વર…
તેમણે ઈ.સ.1967માં અમદાવાદમાં કદમ્બ સ્કૂલ ઑફ ડાન્સ ઍન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી, જે ભારતીય નૃત્ય અને સંગીતને સમર્પિત એક સંસ્થા છે. કથક ક્ષેત્રે નવતર પ્રયોગોનો શ્રેય તેમના ફાળે જાય છે.
શ્રીમતી કુમુદિની રજનીકાંત લાખિયા જીને કલા ક્ષેત્રે પદ્મ વિભૂષણથી સન્માનિત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...#PeoplePadma pic.twitter.com/dXWcHpkUsI
— Dinesh Anavadiya (@AnavadiyaDinesh) January 26, 2025
કુમુદિની લાખિયાને ભારત સરકારે 1987માં પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા ત્યાર બાદ તેમને 2010માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા અને વર્ષ 2025માં કળા ક્ષેત્રે તેમના પ્રદાન માટે તેમને પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા.