ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે મંદિરમાં ભગવાન રણછોડરાયજીને વસ્ત્રો ધરાવવા માટે આજે 3 એપ્રિલથી ટેમ્પલ કમિટી દ્વારા ઓનલાઈન બુકિંગ સેવા શરૂ કરવામાં આવશે. ભાવિકો મંદિર દ્વારા નક્કી કરાયેલ લાગો (પેમેન્ટ) ઓનલાઈન ભરીને સવાર અને સાંજના વસ્ત્રોની નોંધણી કરાવી શકશે. 31 માર્ચ 2026 સુધીના વસ્ત્રોની ઓનલાઈન નોંધણી થઈ શકશે. ભાવિકો ભગવાનને વસ્ત્રો ધરાવી પુણ્ય મેળવતા હોય છે. ત્યારે ટેમ્પલ કમિટી દ્વારા ઓનલાઈન વસ્ત્રોની નોંધણી સેવા શરૂ કરાશે.
સવાર અને સાંજના વસ્ત્રો માટે લાગો નક્કી કરાયો: ટેમ્પલ કમિટી તરફથી મળેલી વિગતો મુજબ ભગવાન રણછોડરાયજીને સવાર અને સાંજના વસ્ત્રોની ઓનલાઈન નોંધણી માટે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા લાગો નક્કી કરાયો છે. જે મુજબ રાજાધિરાજના સવારના વસ્ત્રો માટે રૂપિયા 5000 અને સાંજના વસ્ત્રો માટે રૂપિયા 2500 નક્કી કર્યા છે.

મંદિરની વેબસાઈટ પર નોંધણી કરાવી શકાશે: ભાવિકો મંદિરની વેબસાઈટ પર વસ્ત્રો માટે નોંધણી કરાવી શકશે. જે માટે નક્કી કરવામાં આવેલ લાગોની રકમ નોંધણી કરવાના સમયે ચૂકવવાની રહેશે. લાગો ચુકવાયાના સમયને ધ્યાનમાં રાખી વસ્ત્ર નોંધણી ક્રમ નક્કી કરાશે. ધનુર્માસના પ્રારંભથી અંત સુધીના દિવસોની તારીખ અને મંદિર દ્વારા નક્કી કરવામાં આવેલ દિવસોની તારીખ ભાવિકોને આપવામાં આવશે નહીં, તે મુજબનો નિર્ણય કમિટી દ્વારા કરવામાં આવ્યો છે. ભાવિકોએ નોંધણીના નિયમોનું પાલન કરવાનું રહેશે.

આ પણ વાંચો: