અમદાવાદ: 14 એપ્રિલે સમગ્ર દેશમાં બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવવામાં આવશે. 134 વર્ષ પહેલા ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ થયો હતો. જેમણે ભારતનું બંધારણ ઘડ્યું અને દેશને એક નવી સિદ્ધિ તરફ જવા માટે માર્ગ બતાવ્યો. તેમની 134 મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદ ખાતે 43 મી મહાનગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, આ મહાનગર યાત્રાનું સામૂહિક નગરયાત્રા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ મહાનગર યાત્રા 14 એપ્રિલ, સોમવારના રોજ બપોરે 3 કલાકે સિદ્ધાર્થનગર, સરસપુરથી પ્રસ્થાન કરશે અને સાંજે 8 કલાકે માયાનગર, સિવિલ હોસ્પિટલ પાછળ, શાહીબાગ ખાતે તેની સમાપન વિધિ થશે.
આ મહાનગર યાત્રામાં કોંગ્રેસ ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ગુજરાત વિધાનસભાના ઉપનેતા શૈલેષભાઈ પરમાર, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ધારાસભ્ય તુષાર ચૌધરી હજાર રહેશે. ઉપરાંત મુકુલ વાસનીક, રામકિશન ઓઝા, લાલજીભાઈ દેસાઈ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.

ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને લઈને ગુજરાત કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કે ભારતના બંધારણ અને સંવિધાન બચાવવા માટે એક એક કોંગ્રેસ અડીખમ યોદ્ધાની જેમ ઊભું રહેશે. સમગ્ર દેશમાં સંવિધાન બચવાની જે મુહિમ ચાલી રહી છે તેને કોંગ્રેસ આગળ લઈ જશે.
ભારતના બંધારણ અને તેને લઈને સત્તામાં રહેલી પાર્ટી ભાજપનું કેવું વલણ છે તે વિશે વાત કરતાં મનીષ દોશીએ કહ્યું કે, ભાજપને અચાનક યાદ આવ્યું છે કે બંધારણની વાત કરવી પડશે, લોકોમાં ભ્રમ પેદા કરવા માટે પણ સંવિધાનની વાત કરવી પડશે. તેમણે સત્તામાં રહેલા પાર્ટી ભાજપ તરફ પ્રશ્નો ચીંધતા પૂછ્યું છે કે, શું તમે સંવિધાન મુજબ દેશમાં શાસન ચલાવવા માંગો છો કે નહીં? સંવિધાનના સિદ્ધાંતોનું તને સન્માન કરો છો કે નહીં? ઉપરાંત બંધારણને અરબી સમુદ્રમાં ફેંકી દેવાના મોહન ભાગવતજીના વિચારો સાથે ભાજપ સહમત છે કે નહીં તેનો ભાજપ જાહેરમાં ખુલાસો કરે.
આ પણ વાંચો: