ભાવનગર: મહુવાના તલગાજરડાના કથાકાર પૂજ્ય મોરારિ બાપુના ધર્મ પત્ની નર્મદા બાનું નિધન થયું છે. તલગાજરડા ગામ સ્વયંભૂ સંપૂર્ણ બંધ રહેવા પામ્યું છે. નર્મદા બાના નિધન બાદ તેમને સમાધિ આપવામાં આવી હતી. આ સમયે સમગ્ર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
મોરારિ બાપુના ધર્મ પત્નીનું નિધન થતાં જ તલગાજરડા ખાતે સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો હતો. તો મહુવા શહેર અને તાલુકામાં પણ શોકનું મોજું પ્રસરી ગયું છે. મોરારિ બાપુના સમર્થકો અને તેમના પરિવારજનો નર્મદા બાના અવસાન પર શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યાં છે.

કૈલાસવાડીમાં અપાઈ સમાધિ
કથાકાર મોરારિ બાપુના પત્ની નર્મદા બાનું પિયર વણાટ ગામ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સવારે 9.00 કલાકે નર્મદા બાને કૈલાસ વાડી ખાતે સમાધિ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. નર્મદા બાના નિધનને પગલે પૂજ્ય મોરારિ બાપુના ભક્તોમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

ઉલ્લેખનીય છે કે, મોરારિ બાપુને સંતાનમાં એક દીકરો અને ત્રણ દીકરી હોવાનું જાણવા મળ્યું છે. જો કે મોરારિ બાપુ તલગાજરડા ઉપસ્થિત હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. તલગાજરડાના સ્થાનિકે જણાવ્યું હતું કે સમાધિ સમયે સમગ્ર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

મોરારિ બાપુનું આખું નામ મોરારિદાસ પ્રભુદાસ હરિયાણવી છે. તેમની માતાનું નામ સાવિત્રી બેન અને પિતાનું નામ પ્રભુદાસ બાપુ હરિયાણવી છે. તેઓ લોકોમાં મોરારિ બાપુ તરીકે પ્રખ્યાત છે. મોરારિ બાપુનો જન્મ 2 માર્ચ 1946 હિંદુ કેલેન્ડર મુજબ મહા શિવરાત્રીના રોજ ગુજરાતના ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામમાં પ્રભુદાસ હરિયાણી અને સાવિત્રીબેન હરિયાણીને ત્યાં છ ભાઈઓ અને બે બહેનોના પરિવારમાં થયો હતો. મોરારિ બાપુ દેશ-વિદેશમાં રામકથાનું આયોજન કરે છે.
વિશ્વ વંદનીય પૂજય મોરારીબાપુ ના ધર્મ પત્ની
— Kirtidan Gadhvi (@KirtidanGadhvi) June 11, 2025
પૂજય નર્મદા બા ની દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે એજ પ્રાર્થના🙏
જય સીયારામ #omshanti #jaysiyaram pic.twitter.com/gByLPH4r9g
વિશ્વવિખ્યાત રામકથાવાચક પૂજ્ય મોરારી બાપુની ધર્મપત્ની નર્મદા બાના અવસાનના સમાચારથી મન વ્યથિત છે.
— Jitu Vaghani (@jitu_vaghani) June 11, 2025
પરમકૃપાળુ પરમેશ્વર સદગતના આત્માને શાંતિ આપે અને પૂજ્ય બાપુને આ કઠિન સમયે દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી અંતઃ કરણપૂર્વકની પ્રાર્થના છે.
આ દુઃખદ ક્ષણે પૂજ્ય બાપુના દુઃખમાં ભાગીદાર છું… pic.twitter.com/VqpnfrpApg
વિશ્વ વંદનીય પૂજ્ય મોરારીબાપુ ના ધર્મપત્ની પૂજ્ય નર્મદા બા ના દિવ્યઆત્માને પ્રભુ શાંતિ આપે તેમજ ઈશ્વર સદગત આત્માને ચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના..!!🙏
— Osman Mir (@osmanhmir) June 11, 2025
ઓમ શાંતિ..!!🙏 pic.twitter.com/D3Gkl3cQdy
જાણીતા કથાકાર પૂ. મોરારીબાપુના ધર્મ પત્ની શ્રીમતી નર્મદાબેન મોરારીદાસ હરિયાણી જી ના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે.
— Arjun Modhwadia (@arjunmodhwadia) June 11, 2025
આ દુઃખદ ઘડીમાં મારી સંવેદના પૂજ્ય મોરારીબાપુ અને પરિજનો સાથે છે. ઈશ્વર પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ અને પૂજ્ય નર્મદાબેનના આત્માને શ્રીચરણોમાં સ્થાન આપે.
ૐ… pic.twitter.com/Ky6XKRR51X