નડિયાદ: ગુજરાતીઓ સ્વાદ રસિક છે. લોકોના ખાવાના શોખને લઈ અલગ અલગ સ્થળોની અનેક સ્વાદિષ્ટ ચીજ-વસ્તુઓ દેશ-વિદેશમાં જાણીતી બની છે. ત્યારે પિઝા અને બર્ગરના ફાસ્ટફૂડના માર્કેટમાં નડીયાદમાં દેશી દાળપુરીએ પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. સ્વાદ રસિકોને ઘેલું લગાડ્યું છે. દાળપુરીનો સ્વાદ એવો કે એકવાર ખાનારને તે દાઢે વળગે છે. પછી વારંવાર તે આ સ્વાદ માણવા આવે જ છે. નડીયાદની જ્યોતિ દાલપુરીનું નામ છેલ્લા 40 વર્ષોથી સ્વાદ રસિકોમાં જાણીતું બન્યુ છે.
વાજબી ભાવે સ્વાદિષ્ટ વિકલ્પ
વિદ્યાર્થીઓ અને નોકરિયાત સહિતના લોકોને વાજબી ભાવે ઉત્તમ એવો સ્વાદિષ્ટ વિકલ્પ મળી રહેતો હોઈ સવારે આઠ વાગ્યાથી જ લોકોની ભીડ જોવા મળતી હોય છે. પાર્સલ માટે પણ ફુલ વેઇટિંગ જોવા મળે છે. દાળપુરીનો સ્વાદ મિસ કરતા હોવાનું અને સ્પેશિયલ દાલપુરી ખાવા દૂર દૂરથી આવતા હોવાનું સ્વાદ રસિયાઓ જણાવી રહ્યા છે. કિફાયતી ભાવે પેટ ભરવા સાથે અનોખો સ્વાદ પણ માણવા મળતો હોય સ્વાદ રસિયાઓ હોંશે હોંશે દાળપુરી આરોગે છે.

સ્પેશિયલ દાળપુરી ખાવા આવ્યા છીએ: સ્વાદરસિક
સ્નેહલબેન નામના ગ્રાહકે જણાવ્યું હતું કે, અમે અહીં પહેલેથી દાળપુરી ખાવા માટે આવતા હતા. અત્યારે અમારી બદલી થઈ ગઈ છે. નોકરી કરીએ છીએ શિક્ષકમાં તો દાહોદ જતા રહ્યા છીએ. તો દાહોદથી વેકેશન પડ્યું એટલે સ્પેશિયલ અમે દાળપુરી ખાવા માટે કપડવંજથી આવ્યા છીએ. વર્ષોથી ટેસ્ટ એક છે. સ્વાદ રસિકો માટે સારૂ છે આના જેવું બીજે ક્યાંય નથી મળતું. આના જેવી દાળપુરી બીજે ક્યાંય ખાધી નથી.

ટેસ્ટ જ અલગ છે : સ્વાદરસિક
વેદ નામના અન્ય ગ્રાહકે જણાવ્યું હતું કે, અમે આણંદ વિદ્યાનગરથી સ્પેશિયલ મિત્રોને લઈને આવ્યા છીએ. આ દાલપુરીનો ટેસ્ટ એકદમ ઓથેન્ટિક છે. સુવિધા બધી વ્યવસ્થિત છે. પહેલી વાર આવ્યા હતા એટલુ સરસ લાગ્યું કે ત્રીજીવાર આવવાની ઈચ્છા થઈ ગઈ. એટલે આવ્યા છીએ. આનો ટેસ્ટ જ અલગ છે મજા આવી જાય પેટ ભરાઈ જાય.

'લારીથી શરૂઆત કરી હતી અત્યારે ત્રણ દુકાન છે'
જ્યોતિ દાલપુરીના માલિક અજયભાઈ અમલાણીએ જણાવ્યું હતું કે, આની શરૂઆત મારા પિતાએ કરી હતી. આજથી ચાલીસ વર્ષ પહેલા. પહેલા અમારી લારી હતી. અત્યારે નડીયાદમાં ત્રણ બ્રાન્ચ ત્રણ દુકાનો છે. બે વેરાયટી છે. દાલપુરી અને દાલ પકવાન રાખીએ છીએ બે બ્રાન્ચ ઉપર. એક જે ફેમીલી રેસ્ટોરન્ટ બનાવ્યું છે એમાં ચાઈનીઝ, પુલાવ એ બધુ રાખીએ છીએ. અહીં દાલપુરીના ચાલીસ રૂપિયા અને એસીમાં પિસ્તાલીસ રૂપિયા છે. પાર્સલની વ્યવસ્થા પણ છે. વર્ષોથી ક્વોલિટી જળવાયેલી છે કે સારી વસ્તુઓ વાપરીએ છીએ. પહેલાથી લક્ષ્ય જ એ છે કે નડીયાદના લોકોને સારૂં ખવડાવવાનું છે. એટલે પહેલાંથી જે પણ વસ્તુઓ વાપરીએ છીએ મસાલા બધું બ્રાન્ડેડ જ વાપરીએ છીએ.

આ પણ વાંચો: