અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ સામાન્ય રીતે રોકચાળો વધવાની ઘટનાઓ સામે આવે છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 39 કેસ નોંધાયા છે. અને બીજી તરફ રોગચાળો વધવાની શરૂઆત થઈ છે. જાડા ઉલટીના 410 કેસો પણ નોંધાયા છે.
હેલ્થ ઓફિસરે જણાવ્યું : અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં ઘટાડો થયો છે. આ અંગે હેલ્થ ઓફિસર ડોક્ટર ભાવિન સોલંકી એ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં 39 કેસ નોંધાયા છે. શહેરમાં એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 589 કેસ એક્ટિવ છે.
કોરોના ઉપરાંત અન્ય રોગચાળાની વાત કરવામાં આવે તો આ મહિનામાં એકથી ચૌદ તારીખ દરમિયાન ઝાડા ઉલટી - ૪૧૦, કમળો - ૧૨૧, ટાઈફોઈડ - ૨૦૫, કોલેરા - ૯, ડેન્ગ્યુ - ૮ અને મલેરિયાના ૧૭ કેસ નોંધાયા છે.
હેલ્થ કમિટીની બેઠકમાં રોગચાળા મુદે ચર્ચા : અમદાવાદ મહાનગરપાલિકાની હેલ્થ કમિટીની બેઠકમાં રોગચાળા મુદે ચર્ચા કરવામાં આવી હતી. ચોમાસાની સિઝન થાય ત્યારે મચ્છરોની ઉત્પતિ વધે છે. રોગચાળો વધે છે.

હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી એ જણાવ્યું કે, રોગચાળો વકરે નહીં તે માટે શહેરમાં મોટા પાયે ફોગિંગ કરવા સૂચના આપવામાં આવી છે. મચ્છરોના બ્રેડિંગ શોધવા તંત્ર દ્વારા વિવિધ એકમોમાં ચેકિંગ કરવામાં આવશે. જ્યાં પણ મચ્છરોનું બ્રેડિંગ હોય તો નાગરિકો એ 155 303 પર ફરિયાદ કરવાની રહેશે. મહાનગરપાલિકા પાસે 200 જેટલા ફોગીન મશીન છે. ચોમાસામાં વધુ ફોગિંગની જરૂરિયાત રહેતી હોવાથી મહાનગરપાલિકા દ્વારા બીજા 200 જેટલા ફોગિંગ મશીન ભાડે લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો :