ETV Bharat / state

ઇમ્યુનિટી મેળવવાનું ઉત્તમ ફળ 'મોસંબી' આ લોકોએ ખાસ આરોગવી, જાણો ફાયદા અને ગેરફાયદા

ભાવનગરની આયુર્વેદ કોલેજના દ્રવ્યગુણ વિભાગના ડો. મનોજ ટીમ્બડીયા સાથે ETV ભારતે ખાસ વાતચીત કરી મોસંબી વિશેની માહિતી તેમની પાસેથી પ્રાપ્ત કરી હતી.

ઇમ્યુનિટી મેળવવાનું ઉત્તમ ફળ મોસંબી
ઇમ્યુનિટી મેળવવાનું ઉત્તમ ફળ મોસંબી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : October 6, 2025 at 1:32 PM IST

2 Min Read
Choose ETV Bharat

ભાવનગર : આધુનિક ટેકનોલોજીના યુગમાં ભારતમાં બાહ્ય પશ્ચિમી અને ચરબીયુક્ત ભોજન વધારે લોકો આરોગી રહ્યા છે. તેવામાં સ્થાનિક મોસંબી જેવું ફળ લોકો માટે બુસ્ટર ડોઝ જેવું કામ આપે છે. મોસંબીમાં રહેલા તત્વો વ્યક્તિએ ઇમ્યુનિટી પુરી પાડે છે.

ભારતમાં કોરોના કાળ પછી લોકોને ઇમ્યુનિટીનો પ્રશ્ન સૌથી વધુ જોવા મળ્યો હતો. ગુજરાતમાં બારેમાસ આવતી મોસંબી ઇમ્યુનિટી માટેનું શ્રેષ્ઠ ફળ માનવામાં આવે છે. મોસંબીની અંદર કેવા તત્વો હોય છે અને મોસંબી આરોગવાના ફાયદા શું અને ગેરફાયદા હોય છે, કે કેમ તે જાણવાનો પ્રયત્ન ઇટીવી ભારતે આયુર્વેદ કોલેજના પ્રોફેસર પાસેથી કર્યો હતો.

ડો. મનોજ ટીમ્બડીયા (ETV Bharat Gujarat)

મોસંબી કોના માટે માનવામાં આવે છે શ્રેષ્ઠ

ભાવનગરની આયુર્વેદ કોલેજના દ્રવ્યગુણ વિભાગના ડો. મનોજ ટીમ્બડીયા સાથે ETV ભારતે ખાસ વાતચીત કરી મોસંબી વિશેની માહિતી તેમની પાસેથી પ્રાપ્ત કરી હતી. ડો. મનોજ ટીંબડીયાએ જણાવ્યું હતું કે, મોસંબી હવે બારેમાસ મળે છે. આમ જોઈએ તો ચોમાસા બાદ મોસંબી આવે છે. મોસંબીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનામાં પાણીનો ભાગ વધુ હોય છે અને થોડો ઘણો સુગર હોવાથી તે શરીરને હાઈડ્રેડ રાખે છે. જે લોકો ખાસ મહેનત વાળું કામ કરે છે અથવા તો રેગ્યુલર જીમમાં જાય છે, તેના માટે ખૂબ જ ઉપયોગી હોય છે.

મોસંબી
મોસંબી (ETV Bharat Gujarat)

મોસંબી ઇમ્યુનિટી અને સ્કિન માટે ફાયદારૂપ

આમ તો કોઈ પણ ચીઝને વધુ પડતી આરોગવામાં આવે તો નુકસાનકારક બનતી હોય છે, તેવું કહેવામાં આવતું હોય છે. મોસંબીના વધુ ઉપયોગને લઈને દ્રવ્ય ગુણ વિભાગના ડો. મનોજભાઈ ટીંબડીયા સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, મોસંબીનો બીજો ફાયદો એ છે કે હાઈડ્રેડ રહેવાથી સ્કીનને ફાયદો રહે છે. જેને સ્કીનની ફિકર હોય તેને આરોગવી જોઈએ. સાઇટ્રેટ કૂળનું આ ફળ છે, તેમાં વિટામિન Cની ખૂબ જ માત્રા હોય છે. વિટામીન C ખુબ સપ્લીમેન્ટ છે. વિટામિન C હોવાથી ઇમ્યુનિટી સારી રહેશે તેના ખૂબ મોટા ફાયદા છે.

મોસંબી
મોસંબી (ETV Bharat Gujarat)

હાલમાં બજાર ભાવ અને ગેરફાયદા

ભાવનગર શહેરમાં મોસંબીના કોથળાઓ જાહેરમાં વહેચાય છે. આ મોસંબીના ભાવ 50 થી લઈને 60,70 રૂપિયા કિલો રીટેલમાં વેચાતી હોય છે. જ્યારે 10 કિલોના 350 થી 450ની વચ્ચે ભાવ રહ્યા છે. જો કે તેના ગેરફાયદાને લઈને ડો. મનોજ ટીંબડીયા સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, બાકી તો તેમાં સુગર હોય છે, તેથી એનર્જી લેવલ આવે છે. આથી આપણે તેને ફિઝિકલી કામ રહેતું હોય તો કોઈ પણ સીઝનમાં આરોગવી જોઈએ. જો કે તેના ગેરફાયદા કોઈ નથી પણ બજારમાં મળતા જ્યુસ કરતા ઘરે બનાવીને પીવામાં આવે તો તે વધારે સારું રહેશે.

મોસંબી
મોસંબી (ETV Bharat Gujarat)

આ પણ વાંચો...

  1. વિટામીન સી વાળા ફળોની માગ વધતા ભાવમાં વધારો
  2. Prevent Cancer : મોસંબીની છાલનો ગુણધર્મ કેન્સર સહિતની બીમારીઓથી બચાવી શકે, જોણો કેવી રીતે...