ETV Bharat / state

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે ? રાજ્યમાં સૌપ્રથમ ક્યાં વરસશે "મેઘરાજા", જુઓ વિગતવાર - GUJARAT WEATHER UPDATE

રાજ્યના દક્ષિણ જિલ્લામાં ચોમાસુ પહેલા પહોંચશે, ત્યારબાદ મધ્ય અને સૌરાષ્ટ્ર અને અંતે કચ્છમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થશે.

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીની તૈયારી
ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીની તૈયારી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 11, 2025 at 10:02 AM IST

1 Min Read

હૈદરાબાદ: સોમસની ઋતુની શરૂઆત અર્ધ ભારતમાં થઈ ગઈ છે. દક્ષિણનાં કેટલાક રાજ્યોમાં ચોમાસાની ઋતુ શરૂ થતાં ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે. જોકે ગુજરાતમાં થોડા દિવસો પહેલા કમોસમી વરસાદનો કહેર હતો, જેનાથી લોકો તેમજ ખેડૂતો ચિંતિત હતા પરંતુ હવે ચોમાસાની ઋતુનો સમય આવતા લોકો વરસાદ માટે ઝંખે છે. જોકે આ દરમિયાન રાજ્યમાં સંપૂર્ણ રીતે ચોમાસાની ઋતુ ક્યારે શરૂ થશે તે પ્રશ્ન છે.

હવામાન વિભાગના ડેટા અનુસાર, વરસાદી વાદળો ભારતના દક્ષિણ રાજ્યો જેમકે કેરળ, કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુ, તેમજ મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં પણ મધ્ય સુધી પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં ગુજરાતની વાત કરીએ તો, અહીં 15 થી 20 જૂન સુધી સોમસના વરસાદી વાદળો પહોંચી શકે છે.

IMDના ડેટા અનુસાર, રાજ્યના દક્ષિણ જિલ્લામાં ચોમાસુ પહેલા પહોંચશે, ત્યારબાદ મધ્ય અને સૌરાષ્ટ્ર અને અંતે કચ્છમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થશે.

15થી 20 જૂન વચ્ચે વરસાદી વાદળો રાજ્યમાં પહોંચવાની શક્યતા
15થી 20 જૂન વચ્ચે વરસાદી વાદળો રાજ્યમાં પહોંચવાની શક્યતા (IMD)

આ દરમિયાન 10 જૂનથી 12 જૂન સુધી નવસારી, તાપી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર જેવા તટિય જિલ્લામાં હળવા વરસાદની સંભાવના છે.

જોકે 13 જૂન બાદ દક્ષિણ ગુજરાતના જિલ્લા નવસારી, તાપી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી સહિત ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં પણ મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

14 જૂનથી 15 જૂનના રોજ નવસારી, તાપી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી સહિત ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા સહિત અરવલ્લી, ખેડા,આનંદ, મહીસાગરમાં પણ હળવો વરસાદ થશે.

આ પણ વાંચો:

  1. રાજયમાં હળવા વરસાદની આગાહી, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી લઈને માધ્યમ વરસાદ
  2. નૈઋત્યના ચોમાસાને ગુજરાત પહોંચતા હજુ કેટલા દિવસ લાગશે? જૂનાગઢના હવામાન વિભાગે કરી આગાહી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.