મહેસાણા : હાલમાં જ મહેસાણાના વડનગરમાંથી મળેલ યોગ મુદ્રામાં ઐતિહાસિક કંકાલનો મુદ્દે ઉકેલ આવ્યો નથી. 2019 થી ટેન્ટમાં પડી રહેલા કંકાલને મ્યુઝિયમમાં મૂકવા મુદ્દે પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગના નિયામક પંકજ શર્માનું નિવેદન સામે આવ્યું છે.
વડનગરમાં મળ્યું ઐતિહાસિક કંકાલ : ઉલ્લેખનીય છે કે, આ ઐતિહાસિક 1000 વર્ષ જૂનું કંકાલ 2019 માં વડનગરમાં ઉત્ખનન દરમિયાન મળ્યું હતું. આ કંકાલ યોગ મુદ્રામાં મળ્યું હતું. ઉત્ખલનમાં મળેલ કંકાલનો લખનઉમાં DNA ટેસ્ટ કરાયો હતો. લખનૌના ડૉ. નીરજ રાય દ્વારા DNA ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે DNA ટેસ્ટમાં ઐતિહાસિક કંકાલના અનોખા રહસ્ય સામે આવ્યા હતા. કંકાલના દાંત અને કાનના હાડકા પાસેથી DNA ટેસ્ટ લેવામાં આવ્યા હતા.
શા માટે કંકાલને સંગ્રહાલયમાં ન મૂક્યું ? ગુજરાત પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગના નિયામક પંકજ શર્માએ જણાવ્યું કે, રિસર્ચ મુજબ કોઈ સંતે જીવંત સમાધિ લીધી હોઈ શકે છે. ઉત્ખનન દરમિયાન મળેલ કંકાલ તેના વાતાવરણમાં સુરક્ષિત હોય છે. જમીનમાં દબાયેલી વસ્તુ બહાર કાઢીને ખુલ્લા વાતાવરણમાં રાખવા ટેકનોલોજી જોઈએ. હજારો વર્ષ જમીનમાં રહેલાને કંકાલ તુરંત મ્યુઝિયમમાં મૂકી શકાય તેમ નથી.
ઐતિહાસિક કંકાલનો DNA અભ્યાસ : પંકજ શર્માએ વધુમાં જણાવ્યું કે, એક્સપર્ટ ના હોય અને કંકાલ ખરાબ થાય તો મ્યુઝિયમમાં મૂકવું મુશ્કેલ છે. જો કંકાલને મ્યુઝિયમમાં મૂકવામાં આવે અને તે ખરાબ થાય તે યોગ્ય નથી. આ બાબતો પર ચર્ચા ચાલુ છે કે કંકાલનું શું કરવું. કંકાલ પરની માટી હટાવી નથી, ખોલીએ તો તે બગડી શકે તેમ છે. ASI સાથે ચર્ચા કરીને આ મુદ્દે નિર્ણય લઇશું. DNA અભ્યાસ મુજબ આ ઐતિહાસિક કંકાલ 11 મી સદીનું હોવાનું જણાયું છે.
વડનગરમાં મળ્યું ઐતિહાસિક કંકાલ : આ એક કંકાલ સિવાય બીજું 2000 વર્ષ જૂનું કંકાલ પણ મળેલું હતું. યોગ મુદ્રામાં કંકાલ મળ્યું એ બૌધ ધર્મ યોગ સાધના કેન્દ્ર રહ્યું હોઈ શકે છે. ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અને સેન્ટ્રલ એશિયાથી પણ લોકો અહીં આવતા હતા. કંકાલના કાર્બન ડેટિંગ અને અન્ય વૈજ્ઞાનિક પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યા છે. આવતા મહિને વિસ્તૃત રિપોર્ટ આવવાની શક્યતા છે.
2019 થી આ કંકાલ મ્યુઝિયમમાં મૂક્યા વગર બહાર પડ્યું છે. ઉત્ખલન બાદ આ કંકાલ ખુલ્લામાં જ પડ્યું રહ્યું છે. જેથી મ્યુઝિયમમાં કંકાલ મૂકવામાં આવે તે જરૂરી છે. એક તરફ કરોડો ખર્ચ કરી મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. બીજી તરફ ઉત્ખનન કરનાર ટીમની મહેનત પાણીમાં જાય તેવી સ્થિતિ છે.