જુનાગઢ: આવતીકાલે 21મી માર્ચે જુનાગઢમાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરાવમાં આવ્યું છે, જેમાં ખાનગી કંપનીઓ દ્વારા ઇલેક્ટ્રિશિયન, ગ્રાફિક્સ, મેન્યુઅલ, જ્વેલરી, ડિઝાઇન, એચ આર પ્રોડક્શન, સેલ્સ, બેંક ઓફિસર સહિત અનેક જગ્યાઓ પર સ્નાતક, અનુસ્નાતક, આઈટીઆઈ અને ડિપ્લોમા ધારક ઉમેદવારોને રૂબરૂ હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે.
બેરોજગાર માટે ખુલશે રોજગારીના દ્વાર
21 માર્ચ શુક્રવારના અને શુક્રવારના રોજ જુનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ખાનગી કંપનીઓમાં ઉમેદવારોની પસંદગી કરવાની લઈને એક મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાનગી કંપનીઓ સવાણી હેરિટેજ કંઝર્વેશન, ચોકસી વછરાજ મકનજી, રિલાયન્સ નીપો લાઇફ ઇન્શ્યોરન્સ, ધ્યેય કન્સલ્ટન્સી સહિત કેટલીક ખાનગી કંપનીઓમાં કર્મચારીઓની ભરતી કરવાને લઈને રોજગાર કચેરી ખાતે મેગા જોબ ફેરનું આયોજન કરાયું છે. આ રોજગાર મેળામાં વિવિધ વિભાગોમાં નોકરી મેળવવા માંગતા બેરોજગારોને આમંત્રિત કરાયા છે
વિવિધ પદો પર મળશે બેરોજગારને તક
ખાનગી કંપની દ્વારા 21મી માર્ચ શુક્રવારના રોજ મેગા જોબ ફેરનું આયોજન કરાયું છે, જેમાં ઇલેક્ટ્રિશિયન, કેડ ગ્રાફિક્સ, મેન્યુઅલ જ્વેલરી ડિઝાઇન, એચ આર પ્રોડક્શન, સેલ્સ, બેંક મેનેજર એક્ઝિક્યુટિવ, મશીન ઓપરેટર, સિક્યુરિટી ગાર્ડ સહિત નાની મોટી અનેક જગ્યા પર ઉમેદવારોની પસંદગી કરવાને લઈને ખાનગી કંપનીઓએ ઉત્સાહ દર્શાવ્યો છે.
18 વર્ષથી લઈને 45 વર્ષ સુધીના મહિલા અને પુરુષ ઉમેદવારો આ રોજગાર મેળામાં ભાગ લઈ શકે છે. તમામ એવા ઉમેદવારો કે જેમણે સ્નાતક, અનુસ્નાતક, આઈટીઆઈ કે ડિપ્લોમા સહિતની શૈક્ષણિક યોગ્યતા ધરાવે છે તો તેવા ઉમેદવારોને આ જોબ ફેરમાં ભાગ લેવા અનુરોધ કરાયો છે. આ તમામ પદો પર ખાનગી કંપની દ્વારા નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બેરોજગાર યુવાન અને યુવતીઓને સ્વખર્ચે જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે સવારના 10:30 કલાકે ઉપસ્થિત રહેવા માટે અનુરોધ કરાયો છે.