વલસાડ: વાપી ડુંગરા ફળિયા વિસ્તારમાં આવેલા દમણ ગંગા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી આધુનિક મલ્ટી ટ્રેડ એલએલપી કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ઘટનામાં કોઈ જાનહાની બની નહીં પરંતુ આગ એટલી ભીષણ હતી કે કંપનીમાંથી નીકળતો ધુમાડો છેક એક કિલોમીટર દૂર સુધી લોકોને જોવા મળી રહ્યો હતો.
આગની ઘટના બનતા દમણ ગંગા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની ફાયરની ટીમ, વાપી નગરપાલિકા ફાયર વિભાગની ટીમ, વાપી નોટિફાઇડ ફાયર વિભાગની ટીમ, તેમજ અન્ય બે ગાડીઓ મળી કુલ 5 જેટલી ગાડીઓ આગને કાબુમાં લેવા માટે સ્થળ ઉપર પહોંચી હતી અને સતત ફોર્મનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો. સતત દોઢ કલાકની જહેમત બાદ આગ ઉપર મહદંશે કાબુ મેળવવામાં સફળતા મળી હતી.
લાઇટર બનાવતી કંપનીમાં ભીષણ આગ: આધુનિક મલ્ટી ટ્રેડ એલએલપી કંપની છેલ્લા કેટલાક સમયથી દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં સિગરેટ સળગાવવા માટેના પોકેટ લાઈટર બનાવે છે અને આ લાઇટર બનાવતી કંપનીમાં ગેસનો ઉપયોગ થતો હોવાને કારણે આગ વધુ ફેલાઈ હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળી રહ્યું છે. કંપનીની અંદર મૂકી રાખેલા તૈયાર ઉત્પાદન થયેલા લાઇટરોના જથ્થામાં પણ આગ પકડી લેતા આગ વધુ પ્રબળ બની હોવાનું હાલ પ્રાથમિક ધોરણે માનવામાં આવી રહ્યું છે.

દમણ ગંગા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બનેલી આ મોટી આગની ઘટનાને લઈને ફાયર વિભાગની ટીમ સહિત પોલીસ વિભાગની ટીમ પણ દોડતી થઈ હતી. જોકે આ આગ લાગવાનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ પ્રાથમિક ધોરણે એવું માનવામાં આવી રહ્યું છે કે, લાઇટરના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવતા ગેસને કારણે આગ પકડાઈ હતી. તેમજ ઉત્પાદન થઈને તૈયાર પડેલા લાઇટરોમાં આગ વધુ પ્રબળ બનતા મોટી આગ ફેલાઈ હતી.

આગ લાગતા કંપનીના કામદારોને બહાર કાઢી લેવાયા:
આધુનિક મલ્ટી ટ્રેડ એલએલપી નામની કંપનીમાં મોટાભાગે મહિલાઓ કામ કરે છે. મહિલાઓને રોજગારી આપવાનું કામ આ કંપની કરતી આવી છે ત્યારે આજે બનેલી આગની ઘટનાને પગલે તમામ મહિલા કામદારો આગ વધુ પ્રબળ બને તે પહેલા કંપનીની પરિસરની બહાર નીકળી જવા પામ્યા હતા, એટલે કે આગની ઘટનામાં કોઈ મોટી જાનહાની બનવા પામી નથી. પરંતુ આગ લાગતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

ડુંગરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી:
આગની ઘટનાની ખબર મળતા જ નજીકમાં આવેલા ડુંગરા પોલીસ મથકના પીઆઇ તેમજ તેમની ટીમનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને ઘટના સ્થળ પર એકત્ર થયેલા લોકોના ટોળાને ઘટના સ્થળેથી દૂર રાખવા માટે પ્રયાસ હાથ ધર્યો હતો. તેમજ આગને કાબુમાં લેવા માટે આવતી અનેક ફાયરની ગાડીઓ તુરંત સ્થળ ઉપર પહોંચી શકે તે માટે ટ્રાફિકનો અવરોધો દૂર કરવા પ્રયાસ હાથ ધર્યો હતો.

કંપનીને પહોંચ્યું નુકસાન:
આધુનિક નામની કંપનીમાં આગની ઘટના લાગતની સાથે પર કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યો હતો. જોકે કંપનીને વધુ પ્રમાણમાં આગને પગલે નુકસાન પહોંચ્યું હોવાનું અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. કંપનીની અંદર બનીને તૈયાર થયેલો લાઇટરનો ઉત્પાદન વાળો માલ પણ કંપનીની અંદર જ મૂકી રાખવામાં આવ્યો હતો જેને પગલે આગની ઘટનાથી તૈયાર માલ પણ આગમાં સ્વાહા થઇ જવા પામ્યો હતો એટલે કે કંપનીને નુકસાન પહોંચ્યું છે.
આ પણ વાંચો: