ભરૂચ: ભરૂચ જિલ્લાના પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આજે સવારે જલ એક્વા ઈન્ટરનેશનલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ, કંપનીમાં રહેલા કેમિકલના ડ્રમોમાં ભયંકર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે બાજુમાં આવેલી BR એગ્રોટેક લિમિટેડ કંપની પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી.
બ્લાસ્ટની ઘટનાથી આસપાસમાં દહેશત ફેલાઈ
આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી. જલ એક્વા કંપનીમાં લાગેલી આગના કારણે ત્યાં કામ કરતા કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી. વિસ્ફોટના કારણે મુખ્ય માર્ગ પર કેમિકલના છાંટાં પણ ઉડતાં જોવા મળ્યા હતા, જેના લીધે ટ્રાફિક અને આસપાસના વિસ્તારોમાં પણ અફરા-તફરીનું માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પાનોલી ફાયર વિભાગના દસ્તાઓ તરત ઘટના સ્થળે પહોંચ્યા હતા. પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો. ભારે જહેમત બાદ લગભગ 5 કલાક પછી 12થી વધુ ફાયર ફાઈટર ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.

કંપનીમાંથી કામદારનો મૃતદેહ મળ્યો
આ દરમિયાન, જલ એક્વા ઈન્ટરનેશનલ કંપનીની અંદરથી એક કામદારનો મૃતદેહ પણ મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ, વિસ્ફોટ વખતે એક વ્યક્તિ અંદર ફસાઈ ગયો હતો અને તેનું મોત થઈ ગયું હતું. અકસ્માતના પગલે પાનોલી GIDC નજીક આવેલ સંજાલી ગામમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. આગની ઝપેટમાં આવતા ધુમાડાના ગોટાઓ દૂરથી જોઈ શકાયા હતા.

પોલીસે બ્લાસ્ટની તપાસ શરૂ કરી
હાલે પોલીસે ઘટનાની ગંભીરતા જોતા આગળની તપાસ શરૂ કરી છે અને કેમિકલ સલામતીનાં માપદંડોનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પાનોલી GIDCની જલ એકવા કંપનીમાં આગ લાગવા મામલે 12 થી વધુ ફાયર વાહનોનો ઉપયોગ કરાયો હતો. જેમાં પાણી અને ફોમનો મારી ચલાવી અંદાજિત 5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. વધુ માં નેશનલ ફાયર દિવસના દિવસે જ આગ લાગતા ફાયરની ટીમો દોડતી થઇ હતી.
જલ એકવા કંપનીમાં આગ બાદ ડ્રમ બ્લાસ્ટ થતા કેમિકલની અસર આસપાસમાં આવેલ પાનોલી, સંજાલી, રવિદ્રા, કરમાલી, ખરોડ અને ભાદીમાં થવા પાણી છે. પોલીસ અને ફાયર ટીમો આવી છે.
આ પણ વાંચો:
જગન્નાથજીના મોસાળ સરસપુરમાં રણછોડરાયજી મંદિર મોટું કરાશે, એકસાથે 100 ભક્તો કરી શકશે દર્શન
સાબરકાંઠા: વડાલીના સગર પરિવારે કર્યો સામૂહિક આપઘાત, માતા-પિતા અને બે બાળકોના મોત, એક બાળક ગંભીર