ETV Bharat / state

સુરતમાં સાયબર ઠગાઈનો મોટો ભાંડાફોડ, 45 જ દિવસમાં રુ. 2.75 કરોડનું કૌભાંડ, એક શખ્સ ઝડપાયો - MAJOR CYBER FRAUD IN SURAT

લાલગેટ પોલીસે એક મોટી સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કર્યો...

સુરતમાં સાયબર ઠગાઈનો મોટો ભાંડાફોડ
સુરતમાં સાયબર ઠગાઈનો મોટો ભાંડાફોડ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 18, 2025 at 9:42 PM IST

1 Min Read

સુરત: સુરત શહેરમાં લાલગેટ પોલીસે એક મોટી સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે પ્રિયાંક ઇન્દ્રવદન પટેલની ધરપકડ કરી છે. આરોપીએ તેના ગોવા નિવાસી મિત્ર પ્રકાશ ઠક્કર સાથે મળીને 20થી વધુ લોકો સાથે છેતરપિંડી આચરી હતી.

તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ 13 અલગ-અલગ બેંકોમાં ખાતા ખોલાવ્યા હતા. માત્ર 45 દિવસમાં આ ખાતાઓ મારફતે 2 કરોડ 75 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. પ્રકાશ ઠક્કર ગોવામાં નોકરી કરે છે. તેણે પ્રિયાંકને દરેક બેંક ખાતા માટે 20થી 25 હજાર રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો.

પ્રિયાંક બેંક ખાતાઓના તમામ દસ્તાવેજો, પાસબુક, ચેકબુક અને ડેબિટ કાર્ડ કુરિયર દ્વારા ગોવા મોકલતો હતો. પ્રકાશ આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડની રકમ ટ્રાન્સફર કરવા માટે કરતો હતો.

સુરતમાં સાયબર ઠગાઈનો મોટો ભાંડાફોડ (Etv Bharat Gujarat)

આ કેસનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે શાહપોરના રહેવાસી મુનીર અહેમદે સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી. એક ઠગે મુનીરને ફોન કરી પોતાને તેનો મિત્ર ગણાવ્યો હતો. હોસ્પિટલમાં હોવાનું કહી QR કોડ દ્વારા 42,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રકમ પ્રિયાંકના ખાતામાં જમા થઈ હતી. સાયબર ક્રાઈમ અને લાલગેટ પોલીસની ત્વરિત કાર્યવાહીથી પ્રિયાંક પકડાયો હતો.

સુરતમાં સાયબર ઠગાઈનો મોટો ભાંડાફોડ
સુરતમાં સાયબર ઠગાઈનો મોટો ભાંડાફોડ (Etv Bharat Gujarat)

તપાસમાં જાણવા મળ્યું કે આરોપી પ્રિયાંકએ અત્યાર સુધીમાં કુલ 13 અલગ અલગ બેંકોના ખાતા ખોલાવ્યા છે અને તે દરેક ખાતાની પાસબુક, ડેબિટ કાર્ડ અને સંબંધિત સીમકાર્ડ પણ ગોવા મોકલતો હતો જેથી મોબાઈલ બેંકિંગ ચલાવી શકાય. સદર એકાઉન્ટ્સમાંથી 45 દિવસમાં જ કુલ 116 ટ્રાન્ઝેક્શન્સ થઈ ચુકી છે, જેની કુલ રકમ રૂ. 2 કરોડ 75 લાખ જેટલી થાય છે.

  1. હીરાની મંદીમાં વધુ એક પરિવારનો માળો વિખેરાયો? સુરતમાં રત્ન કલાકારનો પત્ની-બાળક સાથે આપઘાત
  2. સહકારી યુનિવર્સિટી સ્થાપવામાં સફળતાના શ્રીગણેશઃ યુવાનો અને સહકારી ચળવળ માટે સુવર્ણ ભવિષ્ય- દિલીપ સાંઘાણી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.