માધવપુર/જુનાગઢ: બાફેલા ભીંડા બટાકાની કઢી ચોખા અને બાજરાની ખીચડીની સાથે નાગાલેન્ડમાં ખાસ થતા ચોરાના સલાડ અને રાજમાં માધવપુરના મેળામાં આવેલા નાગાલેન્ડના લોકોએ તેમના પારંપરિક ટેસ્ટ અને બનાવટ પદ્ધતિ સાથે ભોજન તૈયાર કર્યુ હતું.
સામાન્ય રીતે ગુજરાતી લોકોને આ પ્રકારે બનાવેલું ભોજન સ્વાદની દ્રષ્ટિએ કદાચ પસંદ પણ ન પડે, પરંતુ આ નાગાલેન્ડનું પારંપરિક ભોજન છે, જે નાગાલેન્ડવાસીઓ માટે એકદમ સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે.
બાફેલા ભીંડા, બટાકાની કઢી, ચોખા અને બાજરાની ખીચડી
ભગવાન કૃષ્ણ અને રુક્ષ્મણીના વિવાહનો પ્રસંગ માધવપુરના મેળાનું રંગેચંગે સમાપન થયું છે. આ મેળામાં છેલ્લાં ઘણા વર્ષોથી પૂર્વોતર રાજ્યના લોકોને ખાસ આમંત્રણ આપીને મેળામાં બોલાવવામાં આવે છે. જેની પાછળનો ધ્યેય પૂર્વોતરના રાજ્યોનો ખોરાક અને તેની પદ્ધતિ ઘેડ વિસ્તારના લોકો પણ જુએ, જાણે અને તેના ખોરાકને માણે, કરે તે માટે પણ વિશેષ આયોજન થતુ હોય છે.
પાછલા ત્રણ ચાર વર્ષથી આ જ પ્રકારે નાગાલેન્ડના લોકો મેળામાં આવીને તેમનું પારંપરિક ભોજન તૈયાર કરે છે. સામાન્ય રીતે પૂર્વોતર રાજ્યોનો ખોરાક ટેસ્ટ અને બનાવટની દ્રષ્ટિએ સૌરાષ્ટ્ર અને ઘેડના લોકોને કદાચ સ્વાદિષ્ટ કે પસંદ ન પડે પરંતુ તે નાગાલેન્ડ માટે આજે પણ પરંપરિક ખોરાક છે, અને ત્યાંના લોકો તેને ખૂબ જ મન ભરીને માણે છે.

પૂર્વોતરના રાજ્યોની ખોરાક પદ્ધતિ અલગ
પૂર્વોતરના રાજ્યોની ખોરાક પદ્ધતિ અને તેને બનાવવાની રીત રસમ ખૂબ જ અલગ હોય છે, આપણે ક્યારેય એવું સાંભળ્યું નથી કે ભીંડા ને માત્ર પાણીથી બાફીને ખાઈ શકાય પરંતુ નાગાલેન્ડના લોકો ભીંડાને આ જ પ્રમાણે બાફીને વર્ષોથી ખાઈ રહ્યા છે, સાથે સાથે બટાકાની કઢી કે જેમાં બટાકા, ટામેટા અને ખૂબ જ તીખા લીલા મરચાને ઉકાળીને બનાવવામાં આવે છે, તેમાં ખાસ નાગાલેન્ડમાં થતી બેઝલ નામની એક વનસ્પતિ ઉમેરે છે. આપણે કોથમીરનો ઉપયોગ કરીએ છીએ બિલકુલ તે જ રીતે તેઓ કોથમીરના ભાગરૂપે બેઝલનો ઉપયોગ બટાકાની કઢીમાં કરે છે, સાથે સાથે નાગાલેન્ડના લોકો ચોખા અને બાજરાની ખીચડી કરે છે.

આ પ્રકારની વાનગી સામાન્ય રીતે આપણે ક્યારેય બનાવતા નથી કે તેનો ટેસ્ટ કર્યો નથી. આ સાથે નાગાલેન્ડમાં થતી ખાસ વિશેષ પ્રકારની દાળ કે જેને માત્ર ગરમ પાણીમાં બાફીને તેમાં મરચું, આદુ, લસણ અને જીરું નાખીને તેને કઠોળના સલાડ તરીકે ખાઈ રહ્યા છે, નાગાલેન્ડમાં થતા રાજમાં પણ એક અલગ સ્વાદ અને રંગ ધરાવે છે, જેને પણ ત્યાંના લોકો માત્ર બાફીને તેને ખોરાકમાં સામેલ કરે છે.
આ પણ વાંચો