કોંગ્રેસના અધિવેશનમાં સંબોધન કરતાં કન્હૈયા કુમારે કહ્યું હતું કે, આજે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે અમે AICC સત્રમાં હાજરી આપી રહ્યા છીએ.અમે ગુજરાતમાં AICC સત્રનું આયોજન કરી રહ્યા છીએ કારણ કે ગુજરાત સ્વતંત્રતા ચળવળનું મૂળ છે. આ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર પટેલજી, દાદાભાઈ નવરોજીનું જન્મસ્થળ છે, તે તેમની કર્મભૂમિ છે. આજે કેટલીક એવી શક્તિઓ સત્તામાં છે, જેમણે સ્વતંત્રતા ચળવળમાં કોઈ ભાગ લીધો ન હતો, પરંતુ આજે તેઓ બંધારણનો નાશ કરવા પર તત્પર છે. કોંગ્રેસ દેશમાંથી અન્યાયનો અંત લાવશે અને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય લાવશે.
અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, ખડગે બોલ્યા 'જો આવું જ ચાલતું રહ્યું તો નરેન્દ્ર મોદી એક દિવસ દેશ વેચી દેશે' - CONGRESS NATIONAL CONVENTION 2025

Published : April 9, 2025 at 10:25 AM IST
|Updated : April 9, 2025 at 2:11 PM IST
અમદાવાદ: અમદાવાદમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું અધિવેશન યોજાયું છે. આ અધિવેશન માટે કોંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને દેશભરમાંથી અંદાજીત 3 હજારથી વધુ વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ હાજર છે. આજે બુધવારના દિવસે સવારે 9 વાગે સાબરમતી રિવર તટે AICC નું રાષ્ટ્રીય અધિવેશનનો શુભારંભ થયો છે. સાવરે 9 - 30 વાગે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આજે સાંજે 5.30 કલાકે દ્વિ દિવસીય કોંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશનનું સમાપન થશે.
LIVE FEED
આજે કેટલીક એવી શક્તિઓ સત્તામાં છે, જેમણે સ્વતંત્રતા ચળવળમાં કોઈ ભાગ લીધો નથી અને બંધારણને બદલવા પર મંડ્યા છે: કન્હૈયાકુમાર
૨૦૨૭ માં ગુજરાતની ચૂંટણી કોંગ્રેસ જીતશે: ગેનીબેન ઠાકોર
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ આ અધિવેશનમાં પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા અને કેન્દ્ર સરકાર પર જબરદસ્ત આકરા પ્રહારો કર્યા હતા, ગેનીબેને કહ્યું કે, આ સત્રમાં લાવવામાં આવેલા પ્રસ્તાવને હું સમર્થન આપું છું. ગુજરાત મોડેલનો બણગાં ફુંકવામાં આવી રહ્યાં છે, પણ સત્ય કંઈક બીજું જ છે. ભાજપ જનતાની સેવા કરવા માટે નહીં પણ ભ્રષ્ટાચાર માટે યોજનાઓ બનાવે છે. ભાજપ હવે રાજકીય પક્ષ નથી રહ્યો, તે એક પ્રાઇવેટ લિમિટેડ કંપની બની ગયો છે. આપણે બધા સાથે મળીને કોંગ્રેસને આગળ લઈ જઈશું. ૨૦૨૭ માં ગુજરાતની ચૂંટણી કોંગ્રેસ જીતશે.
મોદી સરકાર રોજ નવા નવા સુત્રો આપે છે અને લોકોને ભટકાવે છે: ખડગે
પોતાના સંબોધનમાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, મોદી સરકાર દરરોજ નવા નારા આપે છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે. પરંતુ જ્યારે આપણા લોકોને અમેરિકાથી બેડીઓ બાંધીને પાછા મોકલવામાં આવે છે, ત્યારે આપણા વડા પ્રધાન એક પણ શબ્દ બોલતા નથી. ભલે નરેન્દ્ર મોદી હંમેશા બોલતા રહે છે, પરંતુ જ્યારે દેશના લોકો સાથે અન્યાય થાય છે ત્યારે તેઓ ચૂપ થઈ જાય છે.
જો આવું જ ચાલતું રહ્યું તો નરેન્દ્ર મોદી એક દિવસ દેશ વેચી દેશે: ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા, તેમણે અનામત, વક્ફ બિલ, અમેરિકાના ટેરિફ પ્લાન, મોંઘવારી અને બેરોજગારી પર પીએમ મોદી અને ભાજપની આકરી ટીકા કરી. ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તે લોકો ગાંધીજીના ચશ્મા અને લાકડી ચોરી શકે છે. મહાત્મા ગાંધીની વાસ્તવિક મૂડી કોંગ્રેસ પાર્ટી પાસે રહેલો વૈચારિક વારસો છે. ખડગેએ કહ્યું કે દેશના અર્થતંત્રમાં એકાધિકાર સ્થાપિત થઈ રહ્યો છે. જાહેર મિલકતો ધીમે ધીમે ખાનગી હાથમાં સોંપાઈ રહી છે. PSU વેચીને અને લાખો સરકારી નોકરીઓ ખતમ કરીને, ST, SC, OBC શ્રેણીઓ માટે અનામતને અસર થઈ રહી છે. દલિતો અને પછાત વર્ગના લોકોને અનામત આપવાની વાત તો ભૂલી જાઓ, તેનાથી વિપરીત, મોદી સરકાર એક પછી એક બધા PSUs ને તેના મિત્રોને સોંપી રહી છે. જો આવું જ ચાલતું રહ્યું તો નરેન્દ્ર મોદી એક દિવસ દેશ વેચી દેશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેનું સંબોધન
અમદાવાદમાં આયોજીત કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેેેએ સંબોધન કર્યુ હતું.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો
માનનીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, CPP અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. સોનિયા ગાંધી, વિપક્ષના નેતા રાહુલ ગાંધીી અને CWCના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા