સંસદ ભવન સંકૂલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં સંવિધાન સદનના પ્રેરણા સ્થળ ખાતે ડૉ.આંબેડકરની જન્મજયંતિ પર બાબાસાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી, આ પ્રસંગે તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આજે ભારતરત્ન ડૉ.ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી, રાજ્ય સહિત દેશભરમાં ઉજવણી - DR AMBEDKAR BIRTH ANNIVERSARY

Published : April 14, 2025 at 7:10 AM IST
|Updated : April 14, 2025 at 1:06 PM IST
હૈદરાબાદ: 14 એપ્રિલે સમગ્ર દેશમાં બાબા સાહેબ ડૉ.આંબેડકરની જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે. 134 વર્ષ પહેલા ભારતના બંધારણના ઘડવૈયા ડૉ.ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ થયો હતો.જેઓ બંધારણ ઘડવૈયા કહેવાયા અને દેશને એક નવી સિદ્ધિ તરફ જવા માટેનો માર્ગ બતાવ્યો. ડૉ.આંબેડકરની 134મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
LIVE FEED
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ ડૉ.આંબેડકરને શ્રદ્ધાસુમન પાઠવ્યા
ડૉ.આંબેડકરનો સંઘર્ષ અને યોગદાન બંધારણની રક્ષા કરવાની લડાઈમાં અમને માર્ગદર્શિત કરશે: રાહુલ ગાંધી
નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ ડૉ.બાબા સાહેબ આંબેડકરને નમન કર્યા, ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીએ રાહુલ ગાંધીએ એક પોસ્ટ શેર કરતા કહ્યું કે, ભારતીય બંધારણના ઘડવૈયા, બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. દેશની લોકશાહીને મજબૂત બનાવવા, દરેક ભારતીયના સમાન અધિકારો માટે, દરેક વર્ગની ભાગીદારી માટે તેમનો સંઘર્ષ અને યોગદાન, બંધારણના રક્ષણની લડાઈમાં હંમેશા આપણને માર્ગદર્શિત કરશે.
PM મોદીએ સંસદ ભવન સંકુલમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પીત કર્યા
PM મોદીએ આજે સવારે સંસદ ભવન સંકુલમાં અન્ય મહાનુભાવો સાથે ડૉ. બાબા સાહેબ આંબેડકરના તૈલીય ચિત્રને શ્રદ્ધાંજલિ સહ નમન કર્યા
માયાવતીએ ડૉ.બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધા સુમન અર્પીત કર્યા
બસપા અધ્યક્ષા માયાવતીએ ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી પર તેમને શ્રદ્ધા સુમન અર્પીત કર્યા, તેમણે લખ્યું કે, આંબેડકરવાદી પક્ષ બસપાના નેજા હેઠળ, બંધારણના નિર્માતા ભારત રત્ન બોધિસત્વ પરમ પૂજ્ય બાબા સાહેબ બાબા સાહેબને તેમની જન્મજયંતિ પર દેશભરમાં સેંકડો સલામ, માળા અને અપાર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે, જેના માટે દરેક વ્યક્તિ હૃદયપૂર્વક કૃતજ્ઞતા અને આભાર વ્યક્ત કરે છે.
ડૉ. આંબેડકરની પ્રેરણાને કારણે જ આજે દેશ સામાજિક ન્યાયના સ્વપ્નને સાકાર કરવામાં સમર્પિત છે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉ.આંબેડકરની જન્મજંયતી પર એક્સ પર એર વીડિયો શેર કર્યો છે અને બાબા સાહેબ આંબેડકરના ઉપદેશોને વર્ણાવ્યા છે. તેમણે લખ્યું કે 'ભારત રત્ન પૂજ્ય બાબાસાહેબને તેમની જન્મજયંતિ પર તમામ દેશવાસીઓ વતી કરોડો વંદન. તેમની પ્રેરણાને કારણે જ આજે દેશ સામાજિક ન્યાયના સ્વપ્નને સાકાર કરવામાં સમર્પિત છે. તેમના સિદ્ધાંતો અને આદર્શો આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણને શક્તિ અને ગતિ આપશે'.
કોંગ્રેસે આપી બાબા સાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ
કોંગ્રેસ પક્ષ દ્વારા પોતાના આધિકારીક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ડૉ. ભીમરાવ આંબેડકરજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરતા લખ્યું કે, 'બંધારણના ઘડવૈયા અને સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પ્રધાન, 'ભારત રત્ન' બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. બાબા સાહેબે દેશમાં સામાજિક ન્યાયનો મુદ્દો ઉઠાવ્યો અને પોતાનું આખું જીવન દેશમાં ન્યાય સ્થાપિત કરવા માટે સમર્પિત કર્યું. આપણે બધા તેમના આદર્શોમાંથી પ્રેરણા લેતા રહીશું'.
આંબેડકર જયંતીની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં વંદન-અભિનંદન લોકડાયરો, CM સહિતના મહાનુભાવોની હાજરી
આંબેડકર જયંતીની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં વંદન-અભિનંદન લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં CM ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી