અમદાવાદ: સવારે જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિરેથી વાજતે-ગાજતે જળયાત્રા નીકળી હતી, શણાગારેલા હાથી, બળદ ગાડા, અને ડીજે તાલે ભગવાન જગન્નાથીજીની જળયાત્રા નીકળી હતી. જેમાં સંતો, મહંતો, રાજકીય-સામાજીક આગેવાનો, અબાલ-વૃદ્ધ મોટી સંખ્યામાં જોડાયા હતા. સાબરમતીના તટેથી એક ખાસ પ્રકારની બોટ દ્વારા સાબરમતી નદીની પૂજા કરવામાં આવી હતી અને ત્યાર બાદ 108 કળશ જળના ભરીને તેને મંદિરે લાવવામાં આવ્યા હતાં.
અમદાવાદમાં જગન્નાથની જળયાત્રા : 108 કળશ જળ સાથે ભગવાનનો જળાભિષેક - AHMEDABAD JAGANNATH RATH YATRA

Published : June 11, 2025 at 9:49 AM IST
|Updated : June 11, 2025 at 2:43 PM IST
અમદાવાદ : પુરીની જગન્નાથ યાત્રા પછી સૌથી મોટી જગન્નાથ યાત્રા આગામી 27 જૂને અમદાવાદમાં નીકળશે. ભગવાન જગન્નાથજીની 148 મી ભવ્ય રથયાત્રા પહેલા વિવિધ ઉત્સવો શરુ થઈ ગયા છે. જે ક્રમમાં આજે જેઠ સુદ પૂનમના રોજ ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ રહી છે. સાબરમતી નદીના કાંઠે પૂજન કરવામાં આવે છે, અને ત્યાંથી 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવે છે. આ જળથી ભગવાનને અભિષેક કરવામાં આવે છે.
LIVE FEED
અમદાવાદમાં વાજતે-ગાજતે નીકળી ભગવાન જગન્નાથજીની જળયાત્રા
108 કળશ સાબરમતી નદીના જળથી કરાશે જળાભિષેક
સાબરમતી નદીના કિનારે પૂજન કરવામાં આવશે. જે બાદ 108 કળશમાં સાબરમતી નદીનું જળ ભરી, તેનાથી ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવશે. જે બાદ ભગવાન ધારણ કરશે અને આ વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજી સરસપુર ખાતે મામાના ઘરે જશે.
વાજતે ગાજતે નીકળી જગન્નાથજીની જળયાત્રા
ભગવાન વર્ષમાં એકવાર ગજવેશ ધારણ કરે છે, અને તે જળયાત્રાનો દિવસ છે. આજે જમાલપુર જગન્નાથ મંદિરથી સવારે 8:00 વાગે હાથી-ઘોડા અને બેન્ડવાજા સાથે વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી છે. આ જળયાત્રાની આગેવાની ગજરાજ કરી રહ્યા છે, ગજરાજોને પણ સુંદર શણગાર કરવામાં આવ્યો છે. બીજી તરફ શ્રદ્ધાળુઓ ઉત્સાહ સાથે યાત્રામાં જોડાયા છે, મહિલાઓ પરંપરાગત રાસ રમી રહી છે અને વાતાવરણ "જય જગન્નાથ"ના નાદ ગૂંજી રહ્યા છે.