સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે આજે સવારે 9:00 કલાકે મીડિયા બ્રીફિંગમાં માહિતી આપી હતી કે, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 31 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12 મૃતદેહ પરિવારજનો સોંપાયા છે. ઉલ્લેખનીય છે કે, દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે.
અમદાવાદ વિમાન દુર્ઘટના : 31 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, મૃતદેહ સોંપવાનું યથાવત - AHMEDABAD PLANE CRASH

Published : June 15, 2025 at 8:34 AM IST
|Updated : June 15, 2025 at 11:07 AM IST
અમદાવાદ : ભયાવહ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના બન્યા બાદ દેશભરમાં હજુ પણ ક્ષોભરૂપ શાંતિ છે. ગઈકાલથી મૃતકોના સ્વજનોને તેમના વ્હાલસોયાના અર્ધબળ્યા-વિકૃત થયેલા મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે, આ સાથે ફરી એકવાર વાતાવરણમાં હૈયાફાટ આક્રંદથી ગમગમી છવાઈ. આજે પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે DNA સેમ્પલના ટેસ્ટ જાહેર કરવા અને મૃતદેહ સોંપવાની કામગીરી ચાલી રહી છે.
LIVE FEED
31 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા : એડિ. સુપ્રિન્ટેન્ડેન્ટ
એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ટીમ ઘટનાસ્થળે પહોંચી
લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ જે સ્થળ પર ક્રેશ થઈ, ત્યાં એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની ટીમ પહોંચી છે. અહીં તેઓ દુર્ઘટના અંગેની તપાસ કરી રહ્યા છે. નોંધનીય છે કે, એર ઈન્ડિયાના એ વિમાનમાં સવાર 242 લોકોમાંથી, ક્રૂ મેમ્બર સહિત 241 લોકોનું દુર્ઘટનામાં મૃત્યુ થયું છે.