કચ્છઃ કચ્છમાંથી ફરી એકવાર માદક પદાર્થનો જથ્થો ઝડપાયો છે. મુન્દ્રામાંથી 37 ગ્રામ કોકેઇનનો જથ્થા સાથે 2 આરોપીઓ ઝડપાયા છે. પશ્ચિમ કચ્છ એસઓજી અને મુંદરા પોલીસે 2 આરોપીને 37 લાખના કોકેઇન સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ.એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મુન્દ્રામાંથી 2 આરોપીઓ કોકેઇનના જથ્થા સાથે ઝડપાયા
મુન્દ્રા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબહાલમાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય ગાંધીનગરના દ્વારા કેફી અને માકદ પદાર્થોના સેવનની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થના સેવન હેરફેર,વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોઇ જે અનવ્યે કચ્છ બોર્ડર રેન્જ પોલીસ મહાનિરિક્ષક ચિરાગ કોરડીયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા તથા નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ એન.ડી.પી.એસ.ની પ્રવૃતી સાથે જોડાયેલ આરોપીઓ વિરુધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના અપાઈ હતી.
37 લાખના 37 ગ્રામ કોકેઇન સાથે ઝડપી બન્ને વિરુદ્ધ એન.ડી.પી.એસ.એકટ હેઠળ કાર્યવાહી
એન.ડી.પી.એસ.ની બદી સદંતર નાબુદ કરવા પોલીસ ઈન્સ્પેકટર આર. જે. ઠુંમરેા જણાવ્યા મુજબ કર્મચારીઓને સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેના આધારે મુંદરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કાર્યરત હતા. દરમ્યાન મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ રોહીતગીરી મગનગીરી ગુંસાઈને મળેલ બાતમી આધારે ભકિતપાર્ક-2, હોટલ સેફાયરની સામે રેઇડ કરી ગેરકાયદેસર માદકપદાર્થ કોકેઈનના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. બન્ને આરોપીઓ પાસેથી 37 લાખના 37 ગ્રામ કોકેઇન સાથે ઝડપી બન્ને વિરુદ્ધ એન.ડી.પી.એસ.એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
ઝડપાયેલ આરોપીઓ
(1) દિનેશ બિરબલરામ ગુજજર,
(2) દલારામ અમરારામ પરિહાર