ETV Bharat / state

આતંકી હુમલાના પગલે ગુજરાતમાં હાઈએલર્ટ, કચ્છ બોર્ડર પર કડક પોલીસ પેટ્રોલિંગ - PAHALGAM TERRORIST ATTACK

કાશ્મીરમાં આતંકી હુમલાને પગલે કચ્છના પ્રવેશદ્વાર આડેસર હાઇવે પર કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોલીસે ચેકીંગ હાથ ધર્યું.

કચ્છ બોર્ડર પર કડક પોલીસ પેટ્રોલિંગ
કચ્છ બોર્ડર પર કડક પોલીસ પેટ્રોલિંગ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 24, 2025 at 10:59 AM IST

2 Min Read

કચ્છ : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં 26 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. ઠેરઠેર વિરોધ કરી આતંકવાદીના ઘર એવા પાકિસ્તાન સામે પગલા લેવાની માંગ ઉઠી છે. ત્યારે સરહદી વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં પણ કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ ન થાય તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

કચ્છના પ્રવેશદ્વાર કડક સુરક્ષા વ્યવસ્થા : આડેસર પોલીસ સ્ટેશનના PI જે. એમ. વાળાએ જણાવ્યું કે, બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લામાં આવેલ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા રાપર તાલુકામાં તથા ખડીર વિસ્તારમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાઉન્ડ ધ કલોક પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે.

વાહનોની અવરજવરથી સતત ધમધમતો માર્ગ : કચ્છના પ્રવેશદ્વાર રાપર તાલુકાના આડેસરથી કચ્છમાં રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણા, નાગાલેંડ, મધ્ય પ્રદેશ, આસામ, ઝારખંડ, ઉતર પ્રદેશ, ઉતરાંચલ સહિતના 16 રાજ્યના વાહન માલસામાન પરિવહન માટે આવજાવ કરે છે. આ ઉપરાંત આંતર રાજ્ય તથા આંતર જિલ્લાની ST બસ તથા લક્ઝરી બસમાં મુસાફરો આવ જાવ કરે છે.

આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય કે ગેરપ્રવૃત્તિ ન થાય તે માટે આડેસર પોલીસ સ્ટાફ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં સતત રાત દિવસ વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યા છે અને શંકાસ્પદ શખ્સો તથા કાળા કાચ ધરાવતા વાહનો સામે પગલાં ભરવામાં આવી રહ્યા છે.

દરરોજ 16થી 17 રાજ્યના વાહનોની અવરજવર : ઉપરાંત આડેસર પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં આવેલા રણ વિસ્તારમાં પણ પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ અંગે PI જયરાજસિંહ વાળાએ જણાવ્યું કે, આડેસર પોલીસ ચેકપોસ્ટ પરથી દરરોજ 16થી 17 રાજ્યના વાહનો કંડલા, મુદ્રા, લખપત, ગાંધીધામ, ભુજ તથા અન્ય ઔદ્યોગિક એકમોમાં માલ સામાન ખાલી કરવા તથા ભરવા માટે અવરજવર કરી રહ્યા છે. આવા વાહનોનું ચેકીંગ સઘન કરવામાં આવી રહ્યું છે અને શંકાસ્પદ વાહનોની તપાસ કરવામા આવી રહી છે.

રણ વિસ્તારમાં સઘન સુરક્ષા : ઉપરાંત આડેસર પોલીસ સ્ટેશન હેઠળના મોમાયમોરા, વરણુ, વાછળા દાદારણ, મેઢક રણ તથા અન્ય રણ વિસ્તારમાં સુરક્ષા સઘન બનાવી પસાર થતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. આમ કચ્છ જિલ્લામાં અન્ય રાજ્યોમાંથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ સરહદી જિલ્લા કચ્છમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.