ETV Bharat / state

કચ્છ જિલ્લા પંચાયતનું બજેટ : સામાન્ય સભામાં 662.51 કરોડનું બજેટ રજૂ, જાણો મુખ્ય મુદ્દા અહેવાલમાં - KUTCH DISTRICT PANCHAYAT BUDGET

વર્ષ 2025-26 માટે કચ્છ જિલ્લા પંચાયતનું પુરાંતવાળુ 662.51 કરોડનું બજેટ રજૂ કરાયું છે. સામાન્ય સભામાં આ સાથે થયેલી દરખાસ્તો અને બજેટના મુખ્ય મુદ્દા જાણો અહેવાલમાં...

કચ્છ જિલ્લા પંચાયતનું બજેટ
કચ્છ જિલ્લા પંચાયતનું બજેટ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 19, 2025 at 4:13 PM IST

3 Min Read

કચ્છ : વર્ષ 2025-26 માટે કચ્છ જિલ્લા પંચાયતનું 662.51 કરોડનું બજેટ રજૂ કરાયું છે. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સ્વ-ભંડોળનું 662.51 કરોડની પુરાંતવાળું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું. આ સાથે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના વર્ષ 2025-26 ના લેબર બજેટ અંગે પણ દરખાસ્ત કરવામાં આવી હતી.

કચ્છ જિલ્લા પંચાયતનું બજેટ : કચ્છ જિલ્લા પંચાયતનું સ્વભંડોળ, સરકારી પ્રવૃતિ અને લોન દેવા વિભાગની તારીખ 1 એપ્રિલ, 2025 ના રોજ સુધારેલ અંદાજપત્રની સંભવિત ઉઘડતી સિલક રૂ. 648,98,52,000 છે. વર્ષ 2025-26 દરમિયાન અંદાજીત આવક રૂ. 1570,41,15,000 છે. જ્યારે અંદાજીત ખર્ચ રૂ.1156,88,47,000 છે. ઉપરાંત વિવિધ માળખાકીય સુવિધાઓ અને વિભાગો ક્ષેત્રે કરેલ આવક તથા ખર્ચની જોગવાઈ પણ મૂળ અંદાજપત્રમાં સમાવવામાં આવી છે. આમ વર્ષ 2025- 26 નું પુરાંતવાળુ 662,51,20,000 નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.

કચ્છ જિલ્લા પંચાયત સામાન્ય સભામાં 662.51 કરોડનું બજેટ રજૂ (ETV Bharat Gujarat)

વર્ષ 2025-26 માટે 662.51 કરોડનું અંદાજપત્ર....

આજ રોજ કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ કચ્છ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સામાજિક ન્યાય સમિતિના ચેરપર્સન, શાસક પક્ષના નેતા, દંડક, વિરોધ પક્ષના નેતા તેમજ કચ્છ જિલ્લા પંચાયતના સદસ્યોની હાજરીમાં વર્ષ 2025-26 નું અંદાજપત્ર રજૂ કર્યું હતું.

  • શિક્ષણ ક્ષેત્રે 4.23 કરોડ, બાંધકામ ક્ષેત્રે 2.40 કરોડની જોગવાઈ

કચ્છ જિલ્લા પંચાયતના અંદાજપત્રમાં વિવિધ ક્ષેત્રે આવક તથા ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં સામાન્ય વહીવટી ક્ષેત્રે 1.01 કરોડ, બાંધકામ ક્ષેત્રે 2.40 કરોડ, શિક્ષણ ક્ષેત્રે 4.23 કરોડ, વિકાસ/પંચાયત અને મહેકમ ક્ષેત્રે 59.45 લાખ, આયુર્વેદ ક્ષેત્રે 1 લાખ, આરોગ્ય ક્ષેત્રે 6.8 લાખ, ખેતીવાડી ક્ષેત્રે 7.30 લાખ, પશુપાલન ક્ષેત્રે 9.40 લાખ તથા આંકડા ક્ષેત્રે 1.5 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સમાજ કલ્યાણ ક્ષેત્રે 37.50 લાખ, કુદરતી આફત ક્ષેત્રે 1.50 લાખ, સિંચાઈ ક્ષેત્રે 5 લાખ, ગ્રામ્ય નાના ઉદ્યોગ અને સહકાર ક્ષેત્રે 25 હજારની જોગવાઈ કરવામાં આવી છે.

કચ્છ જિલ્લા પંચાયત સામાન્ય સભા
કચ્છ જિલ્લા પંચાયત સામાન્ય સભા (ETV Bharat Gujarat)
  • સ્વભંડોળમાંથી, સ્ટેમ્પ ડયુટી અને રેતી રોયલ્ટીની જોગવાઈ

વર્ષ 2025-26 ના અંદાજપત્રમાં ICDS ક્ષેત્રે 5 લાખ, તાલુકાઓની ફાળવણી પેટે 22.90 કરોડ, રોયલ્ટી ગ્રાન્ટ પૈકી વિકાસના કામોની જોગવાઈ પેટે 6.20 કરોડ, સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટ પૈકી વિકાસના કામની જોગવાઈ પેટે 2 કરોડ, જિલ્લા વિકાસના કાર્ય માટેની જોગવાઈ પેટે 1.50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ બજેટમાં સ્વ ભંડોળ હેઠળ 29.65 કરોડ, સ્ટેમ્પ ડ્યુટીમાંથી 5.74 કરોડ અને રેતી રોયલ્ટીની 6.20 કરોડની જોગવાઇ મળીને કુલ 41.60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

વર્ષ 2025-26 ના લેબર બજેટને પણ મંજૂરી : કચ્છ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. અગાઉની સામાન્ય સભામાં લીધેલા નિર્ણય પરનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. સાથે જ વર્ષ 2025-26 ના અંદાજપત્ર અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના વર્ષ 2025-26 ના લેબર બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી. સાથે જ સ્ટેમ્પ ડ્યુટી અને રોયલ્ટી અંતર્ગત મંજૂર થયેલ કામોમાં સૂચિત ફેરફારો કામોને બહાલી આપવામાં આવી હતી. સાથે જ 15માં નાણાપંચ અંતર્ગત વર્ષ 2025- 26 ની જિલ્લા વિકાસ યોજનાના વિકાસ કામોના આયોજનને પણ બહાલી આપવામાં આવી હતી.

  • શિક્ષકોની ભરતી માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું કે, આજે કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2025-26 માટેનું 662.51 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ક્ષેત્રે વિકાસ થાય તેમજ છેવાડાના વ્યક્તિ સુધી વિવિધ યોજનાના લાભ પહોંચે તે માટે જોગવાઈ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ્ટ બાબતે ગઈકાલે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં 4100 જેટલા શિક્ષકોને કચ્છમાં જ આજીવન એટલે કે નિવૃત્તિ સુધી નોકરી કરવાની શરતે કરવામાં આવશે, તેથી તે સમસ્યાનો નિકાલ થયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.