ETV Bharat / state

મહુધામાં પ્રેમી યુગલની કરપીણ હત્યા, આશરો આપી વાસનાંધ આરોપીએ કર્યું અમાનવીય કૃત્ય - RAPE AND DOUBLE MURDER CASE

આરોપીને પકડવા પોલીસ દ્વારા શંકાસ્પદ લોકો, ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો એવા આશરે સિત્તેર લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.

પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપ્યો
પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપ્યો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 25, 2025 at 10:07 AM IST

4 Min Read

ખેડા: જીલ્લાના મહુધા તાલુકાના મહીસા ગામના સીમ વિસ્તારમાં ગત રોજ ખેતરમાંથી યુવક યુવતીના હત્યા કરાયેલ મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલામાં ખેડા જીલ્લા પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જેમાં પ્રેમી યુગલ વાસનાંધ આરોપીની ક્રૂરતાનો ભોગ બન્યું હોવાની વિગતો મળી છે.

ઘટના મામલે પોલિસ દ્વારા ઘટના મામલે ગુનો નોંધી દસ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન પોલીસે મૂળ પંચમહાલના પણ હાલ ઠાસરાના ખીજલપુરમાં રહેતા આરોપી પ્રકાશ ઉર્ફે પકો ચંદુભાઈ નીનામાને ઝડપી પાડ્યો છે. જેની કબૂલાત મુજબ ભોગ બનનાર બંને યુવક યુવતી પ્રેમ લગ્ન કરવા ઘરેથી ભાગીને ડાકોર આવ્યા હતા. જ્યાં આરોપી પ્રકાશ સાથે ઓળખાણ થતા રોકાવા માટે રૂમની શોધમાં હોવાનુ જણાવ્યું હતું.

પ્રેમ લગ્ન કરવા ભાગેલા યુગલની કરપીણ હત્યા (Etv Bharat Gujarat)

આરોપી પ્રકાશે બંનેને પોતે તમામ વ્યવસ્થા કરી આપશે તેમ જણાવી બાઈક પર બેસાડી રાત્રે મહીસા ગામે ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં તેણે બંનેને આજની રાત ખેતરમાં વિતાવો સવારે બીજે વ્યવસ્થા કરી દઈશ તેમ જણાવી રાત્રે ગુનાને અંજામ આપ્યો હતો. બંને યુગલ સૂઈ રહ્યા હતા ત્યારે આરોપીએ બંનેને બોથડ પદાર્થથી માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બાદમાં અર્ધબેભાન યુવતી પર દુષ્કર્મ ગુજારી મોત નિપજાવી ફરાર થઈ ગયો હતો.

આ બાબતે એસપી રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, અમે LCB, SOGતમામ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે રવાના થયા હતા. જે સીમ છે ત્યાં એક ઓરડીની બાજુમાં જે ખુલ્લા ખેતરની અંદર એક પલંગ ઉપર એક પુરૂષ સુતેલો અને નીચે જમીન ઉપર એક બહેન આમ બંનેની ડેડ બોડી મળી આવી હતી. સ્પષ્ટપણે જણાઈ આવતું હતું કે તેમનું મર્ડર થયું છે. તાત્કાલિક જે ડેડ બોડી છે એની ઓળખ માટેની કાર્યવાહી કરવામાં આવી. બંને ડેડ બોડીની ઓળખ થઈ ગઈ ત્યારબાદ અન્ય જીલ્લા પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. ખાસ કરીને આ જે ક્રૂર ઘટના હતી એને અંજામ કોણે આપ્યો એ બાબતે તમામ ટીમ સક્રિય કરી દેવામાં આવી હતી. આ માટે તાત્કાલિક એફએસએલનો સંપર્ક, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ, ડોગસ્ક્વોર્ડ તમામને જગ્યા પર બોલાવી અને સાયન્ટિફિક પુરાવા મેળવવાની તજવીજ ચાલુ કરવામાં આવી હતી.

આરોપી પ્રકાશ ઉર્ફે પકો ચંદુભાઈ નીનામા
આરોપી પ્રકાશ ઉર્ફે પકો ચંદુભાઈ નીનામા (Etv Bharat Gujarat)

એસપીએ જણાવતા કહ્યું કે, જે ખેતરમાં બન્યું છે ત્યાં બાજુમાં જે ઓરડી તેમજ ખેતરના માલિકની ફરિયાદ લેવામાં આવી હતી. જે બે વ્યક્તિના હત્યા થઈ હતી એટલે હત્યા સાથે બળાત્કારનો ગુનો દાખલ કરી તમામ ટીમો તાત્કાલિક એક્ટીવ કરવામાં આવી હતી. આશરે અમારી દસેક જેટલી ટીમે હ્યુમન ઈન્ટેલિજન્સ, ટેકનિકલ ઈન્ટેલિજન્સ, સીસીટીવી ફૂટેજ અન્ય કોલ ડિટેઈલ રેકોર્ડ્સ, શંકાસ્પદ લોકો તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. કારણ કે આ જે બંને વ્યક્તિ હતા તે પોતે ઘરેથી ભાગી ગયેલા હતા પ્રેમી યુગલ હતા. તેના કારણે અલગ અલગ પ્રકારની ઘણી બધી શંકા હતી કે આ ઘટનાને અંજામ આપનાર કોણ હોઈ શકે ? જે જાણવા માટે યુગલના રિલેટિવ્સ, અન્ય શંકાસ્પદ લોકો, ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો અને ત્યાંના અન્ય લોકો એવા અસંખ્ય લોકોની આશરે સિત્તેર લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.

વધુમાં એસપીએ જણાવ્યું હતું કે, અમારી જે દસેક ટીમ હતી એ અલગ અલગ દિશાઓમાં તપાસ કરતી હતી. આ દરમિયાન LCB ટીમના હેડ કોન્સ્ટેબલ રૂતુરાજસિંહ છે એમને એક ઇન્ફર્મેશન મળેલી અને નેત્રમના અમારા જે કેમેરા છે એ સીસીટીવી ફૂટેજની અંદર એક વ્યક્તિ અમને દેખાયો. જેમાં આ પ્રેમી યુગલ જે બાઈક લઈને આવ્યું હતું તેમજ બાઈકની આગળ આ ભાઈ બાઈક ચલાવતા હતા અને પાછળ આ યુગલ બેઠેલું હતું. એટલે આ બાબતે વિગતે પૂછતાછ કરવામાં આવી અને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું. ઈન્વેસ્ટિગેશનના અંતે જ્યારે આ શંકાસ્પદ વ્યક્તિ બાબતની હકીકત મળી, એટલે એ વ્યક્તિને ખીજલપુર ગામ છે જે ઠાસરા તાલુકાનું ત્યાંથી પકડવામાં આવ્યો. ડીટેઈલ ઈન્ટ્રોગેશન કરતાં એ વ્યક્તિ ભાંગી પડ્યો અને અમારી જે ટીમ છે તેણે ખૂબ સરસ રીતે ઈન્ટ્રોગેશન કરતાં એણે તમામ હકીકતો કહી ગુનાની કબૂલાત કરી.

આરોપીની કબૂલેલી જે હકીકતો છે એ મુજબ જોવા જઈએ તો ડાકોરમાં આ પ્રેમી યુગલ છે એ આરોપીને 22 તારીખે બપોરે મળ્યું હતું. એ વ્યક્તિને અંદાજ લાગ્યો કે આ લોકો ઘરેથી ભાગીને આવેલા છે મજબૂર છે એટલે એમને કોઈ આશરો મતલબ રહેવાની જરૂર છે. રહેવાની જગ્યા શોધે છે. પરિણામે આ વ્યક્તિએ એ લોકોને એવુ પ્રલોભન આપેલું અને વિશ્વાસ કેળવેલો કે હું તમને કોઈ સલામત જગ્યાએ લઈ જઉ છું. તમે ચિંતા ના કરશો. પછી હું તમને બીજી જગ્યા પણ ગોતી આપીશ પણ આજે રાત્રે હું તમને એક ખેતર લઈ જઉ છું. સલામત છે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એમ કહી આ યુગલનું બાઈક પોતે ચલાવ્યુંઅને યુગલને પાછળ બેસાડ્યા અને મહીસા વિસ્તારની આ સીમ છે ત્યાં એ રાતના ટાઈમે ત્યાં લઈ આવ્યો અને એમની સૂવાની વ્યવસ્થા કરી આપી.

ખેડામાં દુષ્કર્મ ગુજારી બેવડી હત્યા
ખેડામાં દુષ્કર્મ ગુજારી બેવડી હત્યા (Etv Bharat Gujarat)

જ્યારે આ યુગલ સૂઈ ગયુ ત્યારે એણે જાડુ લાકડુ લઈ અને બંનેને માર માર્યો. માથા ઉપર ઇજા પહોંચાડ્યા બાદ આરોપી મહિલા ઉપર બળાત્કાર ગુજાર્યો. ત્યારબાદ યુગલની બાઈક લઈને પોતે ભાગી ગયો. પોલીસ ટીમે ફક્ત ત્રીસ કલાકની અંદર દિવસ રાત એક કરી આરોપીને પકડી પડ્યો છે.

આરોપી ખીજલપુર ગામે રહે છે. તેનું પૂરૂં નામ પ્રકાશ ચંદુભાઈ નીનામા છે. તેનું મૂળ વતન પંચમહાલ જિલ્લાનું મોરવા હડફનું વંદેલી ગામ છે. આરોપી અમુક વર્ષો પહેલા મહીસા ઈન્દિરા નગરી વિસ્તારમાં રહેતો હતો. છેલ્લા અમુક સમયથી આરોપી ખીજલપુર ઠાસરા તાલુકામાં રહેવા લાગ્યો હતો. આ કેસમાં ખૂબ ગંભીર ઘટના બની છે, પરિણામે આરોપીને મહત્તમ સજા થાય અને તમામ પ્રકારના વૈજ્ઞાનિક પુરાવા મેળવવામાં આવે, સાંયોગિક પુરાવા મેળવવામાં આવે એ માટે સતત તપાસ ચાલુ છે.

આ પણ વાંચો:

  1. ડીસામાં દીવાલ ધરાશાયી થતા મહિલાનું મોત, બે દીકરીનો આબાદ બચાવ થયો
  2. કચ્છઃ SOGએ મુન્દ્રામાંથી 37 લાખના કોકેઇન સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.