ખેડા: ખેડા જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જીલ્લાની પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમાં મહુધા, ચકલાસી, ખેડા અને મહેમદાવાદ નગરપાલિકામાં ભાજપને સૌથી વધુ બેઠકો મળી છે. જ્યારે ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષનો સરખી બેઠકો પર વિજય થયો છે. કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતમાં પણ ભાજપને બહુમતી મળી છે.
પાંચ પૈકી ચાર નગરપાલિકામાં ભાજપને સૌથી વધુ બેઠકો મળી
ખેડા જીલ્લાની પાંચ નગરપાલિકાની યોજાયેલી ચુંટણીમાં ચાર નગરપાલિકામાં ભાજપને સૌથી વધુ બેઠકો મળી છે. જેમાં મહુધા નગરપાલિકામાં ભાજપને 14 બેઠક મળી છે. જ્યારે અપક્ષને 10 બેઠક મળી છે. ચકલાસી નગરપાલિકામાં ભાજપનો 16 બેઠક પર કોંગ્રેસનો 1 અને અપક્ષનો 11 બેઠક પર વિજય થયો છે. મહેમદાવાદ નગરપાલિકામાં ભાજપને 18 બેઠક જ્યારે અપક્ષને 10 બેઠક મળી છે. ખેડા નગરપાલિકામાં ભાજપને 14 બેઠક, કોંગ્રેસને 1 બેઠક અને અપક્ષને 13 બેઠક પર જીત મળી છે. જ્યારે ડાકોર નગરપાલિકામાં 14 બેઠક પર ભાજપનો અને 14 બેઠક પર અપક્ષનો વિજય થયો છે.

બે તાલુકા પંચાયતમાં ભાજપને બહુમતી
જીલ્લાની કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપને બહુમતી મળી છે. જેમાં કપડવંજ તાલુકા પંચાયતમાં ભાજપને 18, કોંગ્રેસને 6 અને અપક્ષને 2 બેઠક મળી છે. તેમજ કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપની 17 બેઠક પર, અપક્ષની 4 અને કોંગ્રેસની 3 બેઠકો પર જીત થઈ છે.

કોંગ્રેસની કારમી હાર
જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ડાકોર, મહેમદાવાદ અને મહુધા નગરપાલિકામાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. જ્યારે અન્ય નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસનું પરિણામ નિરાશાજનક રહેતા કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: