જૂનાગઢ : હવામાન વિભાગ દ્વારા કરેલ વરસાદની આગાહી અનુસાર જૂનાગઢ, સોમનાથ, અમરેલી અને પોરબંદર જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મધ્યમ વરસાદનું આગમન થયું હતું. ચાર જિલ્લામાંથી સૌથી વધારે અને નોંધપાત્ર કહી શકાય તેવો વરસાદ જૂનાગઢ જિલ્લાના કેશોદમાં 209 mm નોંધાયો હતો.
સૌરાષ્ટ્ર પંથકમાં મેઘમહેર : હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા પૂર્વાનુમાન મુજબ જૂનાગઢ, પોરબંદર, અમરેલી અને સોમનાથ જિલ્લામાં સરેરાશ વરસાદ નોંધાયો છે. આ સિવાય જૂનાગઢના અન્ય તાલુકાઓમાં પણ સરેરાશ વંથલીને બાદ કરતા મોટાભાગના તાલુકામાં વરસાદ 100 mm વરસાદ નોંધાયો છે. અમરેલી, સોમનાથ અને પોરબંદર જિલ્લામાં સામાન્ય વરસાદ ગતરોજ નોંધાયો છે.
જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ : હવામાન વિભાગે જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી હતી. તે મુજબ જૂનાગઢ જિલ્લાના કેશોદમાં 209 mm વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં 93 mm, વંથલીમાં 41 mm, જૂનાગઢ શહેરમાં 150 mm, ભેસાણમાં 117 mm, વિસાવદરમાં 129 mm, મેંદરડામાં 184 mm, માંગરોળમાં 120 mm, માળીયામાં 115 mm અને ગિરનાર પર્વત પર 45 mm વરસાદ ગતરોજ સાંજના આઠ વાગ્યા સુધી નોંધાયો છે.
અંડરબ્રિજમાં ફસાઈ ઓટો રીક્ષા : જોક, સદનસીબે ભારે વરસાદ ખાબક્યા બાદ પણ કોઈ જગ્યાએ જાનમાલને નુકસાન થયાની કોઈ ઘટના નોંધાઈ નથી. કેશોદના અંડર બ્રિજમાં મુસાફરો સાથે ફસાયેલી ઓટો રીક્ષાની સાથે તમામ પ્રવાસીઓને સફળતાપૂર્વક લોકોએ બહાર કાઢ્યા હતા. આ સિવાય જિલ્લામાં અન્ય કોઈ અપ્રિય ઘટના બની હોવાના સમાચાર મળ્યા નથી.
સૌરાષ્ટ્રના સાવર્ત્રિક વરસાદી આંકડા : આજે જૂનાગઢ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં નોંધપાત્ર કહી શકાય તે પ્રકારનો વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત પોરબંદર, અમરેલી અને સોમનાથમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો છે. અમરેલીના વડીયામાં 24 mm, બાબરામાં 18 mm અને બગસરામાં 29 mm સાથે સોમનાથ જિલ્લામાં એકદમ સામાન્ય વરસાદ ગત રાત્રિના આઠ વાગ્યા સુધીમાં નોંધાયો છે.
પોરબંદર જિલ્લાના પોરબંદરમાં 35 mm, રાણાવાવમાં 54 mm અને કુતિયાણામાં 91 mm જેટલો વરસાદ નોંધાયો છે. આમ સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ગતરોજ સૌથી વધારે અને નોંધપાત્ર વરસાદ એકમાત્ર જૂનાગઢ જિલ્લામાં નોંધાયો છે.