જૂનાગઢ: જિલ્લાના કેશોદ ખાતે જિલ્લા રોજગાર કચેરી અને અરવિંદ ટેક્સટાઇલ કલોલના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળાનું આયોજન થયું હતું.આ મેળામાં 200 જેટલી જગ્યા પર મશીન ઓપરેટરની નિમણૂક માટે કંપનીના અધિકારીઓએ યુવાનોના ઇન્ટરવ્યૂ કર્યા હતા. આજે પસંદ થયેલા ઉમેદવારોને લઘુત્તમ 12,649 રૂપિયાનો માસિક વેતન આપવાની સાથે પસંદ કરેલ ઉમેદવારોની કાર્યક્ષમતાને ધ્યાને રાખીને તેના પગારમાં વધારો કરવાની શક્યતા પણ કંપની દ્વારા જાહેર કરાઈ છે.
કેશોદમાં યોજાયો રોજગાર ભરતી મેળો: જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી અને કલોલ સ્થિત અરવિંદ ટેક્સટાઇલ દ્વારા કેશોદ ખાતે બેરોજગાર યુવાનોને ખાનગી કંપનીમાં નોકરી મળે તે માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું હતું. 200 જેટલી મશીન ઓપરેટરની જગ્યા પર આજે વહેલી સવારે ઉમેદવારો પોતાની યોગ્યતા કસોટી આપવા માટે પહોંચ્યા હતા.
કલોલ સ્થિત કાપડ બનાવતી કંપનીમાં 200 જેટલી મશીન ઓપરેટરની જગ્યા ખાલી છે. જેના માટે યોગ્ય અને કુશળ ઉમેદવારોને પસંદ કરીને તેમને રોજગારી આપવાનો પ્રયાસ ખાનગી કંપની દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં આજે મોટી સંખ્યામાં રોજગારી મેળવવા ઇચ્છતા યુવાન અને યુવતીઓએ ભાગ લઈને ભરતી મેળામાં પોતાની પસંદગી થાય તે માટેના પ્રયાસો કર્યા હતા.

12,649 નું પગાર ધોરણ: ખાનગી કાપડ બનાવતી કંપનીમાં મશીન ઓપરેટર માટે લઘુત્તમ 12,649 પગાર ધોરણ સાથે ધોરણ 5થી લઈને 12 અને ITI કરેલ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરાઈ હતી. આજે જે ઉમેદવારોને પસંદ કરવામાં આવશે તેને સરકાર દ્વારા નિર્ધારિત કરેલ લઘુત્તમ પગાર ધોરણમાં સામેલ કરીને તેમને મશીન ઓપરેટર તરીકે નિમણૂક આપવામાં આવશે. ત્યારબાદ નિમણૂંક પામેલ કર્મચારીની યોગ્યતા અને ગુણવત્તાને આધારે પગાર ધોરણમાં વધારો કરવાની ઈચ્છા પણ કંપની દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેને રોજગારી મેળવવા ઇચ્છતા યુવાન અને યુવતીઓ માટે એક સારી તક સમાન પણ માનવામાં આવે છે.

આ પણ વાંચો: