જુનાગઢ: પોલીસે આજે નશાના કારોબાર અને તેની હેરાફેરી સામે કામગીરી કરીને, જુનાગઢના નામના એક ઈશમ પાસેથી 4.66 ગ્રામ એમ.ડી એટલે કે મેફ્રેડોન નશાકારક પદાર્થ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરે છે. પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે, આરોપી અગ્રાવત ચોક થી ખલીલપુર રોડ તરફ જઈ રહ્યો હતો, ત્યારે પોલીસે તેની અટકાયત કરી હતી. પોલીસે 4.66 ગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, તેની વર્તમાન બજાર કિંમત 46,600 કરતા વધુની થવા જાય છે.
ડ્રગ્સને લઈને પોલીસ શતર્ક: જુનાગઢ પોલીસ પાછલા ઘણા સમયથી શહેર અને સમાજમાંથી ડ્રગ્સનું દુષણ દૂર થાય તે માટે ખાનગી રહે અને તેમના બાતમીદારો દ્વારા આ પ્રકારે નશાકારક પદાર્થની હેરાફેરીને લઈને તપાસ કરી રહી છે. બાતમીદારો દ્વારા મળેલી પૂર્વ બાતમીને આધારે આજે જુનાગઢ પોલીસને એમ.ડી ડ્રગ્સ ઝડપી પાડવામાં સફળતા મળી છે હાલ આરોપી તુષાર ટાટમિયા પોલીસ પકડમાં છે.
તમામ વિગતોની તપાસ થશે: પોલીસ સમગ્ર ડ્રગ્સ મામલાને લઈને તે ક્યાંથી લાવ્યો હતો કોને દેવા જવાનો હતો, કેવા પ્રકારે ડ્રગ્સની હેરાફેરીમાં તે સામેલ છે. આ પ્રકારે ડ્રગ્સના કારોબાર સાથે તે અગાઉ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યો છે કે, કેમ આ તમામ વિગતોની ઝીણવટ ભરી તપાસ જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને જિલ્લાની પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. હાલ તો આરોપી ઈસમ પોલીસ પકડમાં છે અને પોલીસ તેની પૂછપરછ પણ કરી રહી છે. આગામી દિવસોમાં પોલીસ ડ્રગ્સ કાંડને લઈને કોઈ વધુ વિગતો પ્રાપ્ત થાય તેવી પણ શક્યતાઓ આજના દિવસે નકારી શકાતી નથી.
આ પણ વાંચો: