જૂનાગઢ: એક સમયે હીરા, ઝવેરાત અને સોના ચાંદીની ચોરીને મોટી ઘટના માનવામાં આવતી હતી. પરંતુ કદાચ એ જમાનો ગયો છે કારણ કે, કિંમતી ધાતુના સતત વધી રહેલા ભાવને લઈને હવે ચોર લોકોની નજર તાંબુ-પિત્તળ અને કાંસા પર ઠરી છે. આ સંબંધિત જૂનાગઢમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાલાલા પોલીસે વિસાવદરમાંથી તાંબા, પિત્તળ અને કાંસાના વાસણોની ચોરી કરનાર કરીને બે ઇસમોને પકડી પાડ્યા છે. આ આરોપીઓ પાસેથી ચોરેલા 71 જેટલા તાંબા, પિત્તળ અને કાસાના વાસણો જપ્ત કરવામાં આવ્યા છે.
સોના-ચાંદીની નહીં પરંતુ ધાતુના વાસણોની ચોરી:
આધુનિક યુગમાં હવે કોઈ પણ ચીજ-વસ્તુની ચોરી થવી એકદમ સામાન્ય બાબત માનવામાં આવે છે. જૂનાગઢમાં એવા અનેક કિસ્સા સામે આવ્યા છે કે જેમાં ચપ્પલ, કપડા અને રમકડાની ચોરી થઈ હોય અને તેના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હોય. એક સમયે સોનું, ચાંદી અને હીરા, ઝવેરાત કે જેને કિંમતી ધાતુ માનવામાં આવે છે તેની ચોરી થવાની ઘટના પ્રકાશમાં આવી હતી. પરંતુ જૂનાગઢ જિલ્લાના વિસાવદર શહેરમાં વાસણોની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે અંતર્ગત તાલાલા પોલીસે શહેરમાં શંકાસ્પદ હિલચાલ કરતાં તાલાલા અને વિસાવદરના અર્જુન અને રાકેશ નામના બે ઇસમોને પકડી પાડીને તેની પાસેથી ચોરેલા 71 જેટલા ત્રાંબા,પિત્તળ અને કાંસાના વાસણો પકડી પાડ્યા છે.
સોના-ચાંદી બાદ કાંસુ-પિત્તળ અને તાંબુ કીમતી બન્યા:
વિસાવદરમાં થયેલ વાસણોની ચોરીની ઘટના એક વાત બિલકુલ સ્પષ્ટ કરી આપે છે કે સોના અને ચાંદીના બજાર ભાવ ખૂબ વધી ગયા છે, જેથી લોકો પાસે હવે સોના-ચાંદીના દાગીના અને તેમાં પણ આ ઘરેણાં ઘરમાં હોય તેવી સ્થિતિ ખૂબ ઓછી જોવા મળતી હોય છે. આવી સ્થિતિમાં ચોરીને અંજાર આવતા ગુનેગારો સોના-ચાંદી બાદ કિંમતી ધાતુઓ કે જેની બજાર કિંમત ખૂબ સારી મળી શકે એવા વાસણોની ચોરી કરવાની શરૂઆત કરી છે.
તાંબુ, પિત્તળ અને કાંસુ આજના સમયે 1000 થી 1200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વહેંચાઈ રહ્યું છે. બિલકુલ બજાર કિંમતને ધ્યાને રાખીને વિસાવદર અને તાલાલાના અર્જુન અને રાકેશ નામના બે ઈસમોએ વિસાવદરના ઘરને નિશાન બનાવીને ત્યાંથી તાંબા, પિત્તળ અને કાંસાના 71 જેટલા વાસણોની ચોરી કરી છે. જેની આજના દિવસે બજાર કિંમત રૂપિયા 30,000 ની આસપાસ થવા જાય છે. જોકે આ ચોરોને તાલાલા પોલીસે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: