જૂનાગઢ: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ચૂંટણી પરિણામ આજે જાહેર થયું છે. મતદાન અને ત્યારબાદની પરિસ્થિતિનું આકલન મુજબ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ સત્તાના સુત્રો જાળવી રાખશે તેવો અંદાજ હતો. આજે વહેલી સવારે મતગણતરી શરૂ થતા જ 1 વાગ્યા સુધીમાં તમામ પરિણામો જાહેર થયા છે. જેમાં ભાજપને 44, કોંગ્રેસને 11, અને અપક્ષે 1 બેઠક મેળવીને પોતાનો દબદબો કાયમ રાખ્યો છે. આ ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસે સૌથી વધારે ધ્યાન આકર્ષિત કર્યું છે. કોંગ્રેસે ભાજપ પાસે રહેલી 10 બેઠકો કબજે કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોતાનો જનાધાર વધાર્યો છે.
જૂનાગઢ મનપાનું પરિણામ જાહેર થયું: આજે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. એગ્રીકલ્ચર યુનિવર્સિટીની એન્જિનિયરિંગ કોલેજ ખાતે આજે 9:00 કલાકે મત ગણતરી શરૂ થઈ હતી. જેમાં જેમ જેમ ગણતરી આગળ વધતી ગઈ, તેમ તેમ ભાજપનો વિજય નિશ્ચિત થતો ગયો. મતદાનના સમયથી જ એક એવો અંદાજ લગાવવામાં આવતો હતો કે, ભાજપ સત્તાના સૂત્રો પોતાની પાસે રાખી શકે છે. તે મુજબનું પરિણામ પણ આજે જાહેર થતું જોવા મળ્યું. આ પરિણામોની વચ્ચે કોંગ્રેસ માટે સૌથી મોટું આશાનું કિરણ સામે આવ્યું છે.
કોંગ્રેસના કોર્પોરેટર્સમાં વધારો: ગત ચૂંટણીમાં એક માત્ર ઉમેદવારને જીતાડી શકનાર કોંગ્રેસે આ વખતે ભાજપ પાસેથી વધારાની 10 બેઠકો આંચકી લઈને તેના નગરસેવકોની સંખ્યા 11 એ પહોંચાડી છે. વર્ષ 2019માં મંજુલાબેન પરસાણા વોર્ડ નંબર 4માંથી ચૂંટાયેલા કોંગ્રેસના એક માત્ર કોર્પોરેટર હતા.જેમાં હવે 10 કોર્પોરેટરનો વધારો થયો છે અને કોંગ્રેસનું સંખ્યાબળ વર્ષ 2019 ની સરખામણીએ 10 ગણું વધેલું ચૂંટણી પરિણામો બાદ જાહેર થયું છે. કોંગ્રેસના કોર્પોરેટરની સંખ્યા 10 ગણી વધી આજે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસના કોર્પોરેટરની સંખ્યા વર્ષ 2019ની સરખામણીએ 10 ગણી વધેલી સામે આવી છે.


ભાજપે સત્તાના સૂત્રો કબ્જે કર્યા: આ વખતે વોર્ડ નંબર 15 અને 08માં કોંગ્રેસની પેનલ એટલે કે, ચારેય ઉમેદવારો ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. તો વોર્ડ નંબર 04 માં ફરી એક વખત મંજુલાબેન પરસાણા વિજય થયા છે. વોર્ડ નંબર 5માં લલિત પરસાણાની સાથે અન્ય એક મહિલા કોર્પોરેટર ચૂંટણી જીત્યા છે. આમ કોંગ્રેસના વિજેતા ઉમેદવારોની સંખ્યા 11 એ પહોંચી છે. જે પાછલી ચૂંટણી કરતાં 10 ગણી વધારે માનવામાં આવે છે. ભાજપ ચૂંટણી જીતીને સત્તાના સૂત્રો કબજે કરી રહી છે. પરંતુ કોંગ્રેસનો જનાધાર અને તેના કોર્પોરેટરની સંખ્યા 10 ગણી વધી છે. જેને લઈને કોંગ્રેસની હારમાં પણ ક્યાંક જીત છુપાયેલી હોય તેવું કોંગ્રેસના કાર્યકરો પણ માનતા થયા છે.

આ પણ વાંચો: