ETV Bharat / state

'કચરો કચરા પેટીમાં જ નાખવો', કચરાના નિકાલ માટે જૂનાગઢ મનપાની એક યોગ્ય પહેલ - Junagadh Municipal Corporation

કચરા અને તેના નિકાલ માટેની કામગીરી એ સૌથી મોટો પ્રશ્ન છે. ત્યારે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કચરાના નિકાલ માટેની એક અનોખી પહેલ શરુ કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારના પ્રત્યેક મિલકત ધારકને વિનામૂલ્યે કચરા પેટીનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જાણો કેવી રીતે મેળવી શકો છો વિનામૂલ્યે કચરા પેટી..., Junagadh Municipal Corporation distributed waste bins

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2024, 10:46 AM IST

કચરાના નિકાલ માટે જૂનાગઢ મનપાની એક યોગ્ય પહેલ
કચરાના નિકાલ માટે જૂનાગઢ મનપાની એક યોગ્ય પહેલ (ETV Bharat Gujarat)

જૂનાગઢઃ આજે કચરો અને તેનો નિકાલની કામગીરી નાની નગરપાલિકાથી લઈને મોટા મહાનગરોમાં સૌથી મોટો પ્રશ્ન બની રહ્યો છે. ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ પાછળ પણ ગટરમાં કચરો જામ થવાનું એક કારણ અત્યાર સુધી સામે આવતું રહ્યું છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકો કચરાને લઈને સ્વયંમ શિસ્ત દાખવે અને ઘરમાંથી જ કચરાને વર્ગીકૃત કરીને કોર્પોરેશન દ્વારા ઉભી કરવામાં આવેલી કચરો લેવાની વ્યવસ્થાનો ભાગ બને તે માટે જુનાગઢ કોર્પોરેશન વિસ્તારના પ્રત્યેક મિલકત ધારકને વિનામૂલ્યે કચરાપેટી વિતરણ કરવાનું અભિયાન જૂનાગઢ મનપા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

જૂનાગઢ કોર્પોરેશન
જૂનાગઢ કોર્પોરેશન (ETV Bharat Gujarat)

વિનામૂલ્યે કચરાની પેટીનું વિતરણઃ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રત્યેક મિલકત ધારકને વિનામૂલ્યે 5 લીટરની બે કચરા પેટીનું વિતરણ કરવાનું અભિયાન બે દિવસ અગાઉ શરૂ કરાયું છે. કચરો વર્તમાન સમયની અને ખાસ કરીને ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યામાં એક પરીબળ તરીકે પણ સામે આવી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રત્યેક લોકો કચરા પ્રત્યે સ્વયંમ શિસ્ત દાખવે અને ઘરમાંથી જ ભીનો અને સૂકો કચરો અલગ અલગ જગ્યા પર એકત્ર કરે તેમજ ઘરમાં એકત્ર થયેલો કચરો કોર્પોરેશન દ્વારા કચરો લેવાની જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેનો ભાગ બને તે માટે વિનામૂલ્ય કચરા પેટીનું વિતરણ કરવાની વ્યવસ્થા ત્રણ દિવસથી શરૂ કરી છે. જે કોર્પોરેશન વિસ્તારના પ્રત્યેક મિલકત ધારકોને પૂરી પાડવામાં આવી રહી છે.

કચરાપેટી
કચરાપેટી (ETV Bharat Gujarat)

ગંદકી ઓછી અને કચરાનો નિકાલ સરળ બનેઃ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષ દરમિયાન સ્વચ્છતા વર્ષની ઉજવણી પણ કરવામાં આવી રહી છે જે અન્વયે કોર્પોરેશન વિશ્વના દેશોની સાથે સ્વચ્છતા ની દિશામાં એક હરોળમાં સામેલ થાય તે માટે પણ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે લોકો પોતાના ઘરમાં જ ભીનો અને સૂકો કચરો એકત્ર કરીને કોર્પોરેશનની જે વ્યવસ્થા છે તેમાં તેનો નિકાલ કરે તો શહેરમાં ગંદકીનું પ્રમાણ ખૂબ ઘટી જાય જેને કારણે શહેરમાં સફાઈ કરવી એકદમ સરળ બને સાથે સાથે ભીનો અને સૂકો કચરો અલગ અલગ હોવાને કારણે તેનો નિકાલ કરવાની દિશામાં પણ ખૂબ જ ઝડપભેર કામ કરી શકાય તે માટે જુનાગઢ પ્રિન્સિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે.

જૂનાગઢ કોર્પોરેશન
જૂનાગઢ કોર્પોરેશન (ETV Bharat Gujarat)

શહેરના ત્રણ સ્થળોએ કરવામાં આવી વ્યવસ્થાઃ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ શાખાના અધિકારી વિરલ જોશીએ ઈટીવી ભારત સાથે કચરા વિતરણ વ્યવસ્થા અંગે વિગતો આપી છે. તે મુજબ જુનાગઢ શહેરમાં ટાઉનહોલ, ટીંબાવાડી કોર્પોરેશન, સબ ઓફિસ અને જોષીપરામાં આવેલ વોર્ડ ઓફિસમાં જુનાગઢ કોર્પોરેશનના 15 વોર્ડના મિલકત ધારકો પોતાની મિલકતની પહોંચ રજૂ કરીને વિનામૂલ્યે પ્રત્યેક મિલકત પર બે કચરા પેટી મેળવી શકે છે. આ વ્યવસ્થા સમગ્ર જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલી તમામ મિલકતોને ધ્યાને રાખીને પૂરતા પ્રમાણમાં કચરા પેટી એકત્ર કરીને તેની વિતરણ વ્યવસ્થા શરૂ કરાય છે. પ્રત્યેક મિલકતને બે કચરા પેટી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.

જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારના મિલકત ધારક
જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારના મિલકત ધારક (ETV Bharat Gujarat)

આ પણ વાંચો

  1. સુરતમાં ડેન્ગ્યુથી મહિલા તબીબનું મોત, એક અઠવાડિયામાં ડેન્ગ્યુએ 9 લોકોનો ભોગ લીધો - Surat dengue case
  2. અંબાજીમાં વિશેષ સ્ટોલ બન્યા આકર્ષણનુ કેન્દ્ર, સેવા સાથે જનજાગૃતિ માટે પહેલ - Bhadravi Poonam mela

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.