જુનાગઢની કામધેનુ યુનિવર્સિટીમાં 1 હજાર કીલોની જાફરાબાદી ભેંસ, દૂધ ઉત્પાદનની સાથે અન્ય ખાસિયતો જાણો
કામધેનુ યુનિવર્સિટીના પશુ ઉછેર કેન્દ્રમાં વર્ષ 2018માં જન્મેલી એક ભેસનું વજન એક હજાર કિલોની આસપાસ જોવા મળે છે.

Published : October 9, 2025 at 4:19 PM IST
જુનાગઢ : કામધેનુ યુનિવર્સિટીના પશુ ઉછેર કેન્દ્રમાં વર્ષ 2018માં જન્મેલી એક ભેસનું વજન એક હજાર કિલોની આસપાસ જોવા મળે છે. ગઈકાલે એક નાના બચ્ચાને પણ જન્મ આપ્યો છે, જેનું વજન 32 કિલોની આસપાસ નોંધાયું છે. જાફરાબાદી ભેંસ કદ, કાઠી કલર અને દૂધ ઉત્પાદનને લઈને આજે પણ સૌથી વધારે ચર્ચામાં જોવા મળે છે.
સામાન્ય રીતે જાફરાબાદી ભેંસ અને પાડાનું વજન 700 થી 800 કિલોની આસપાસ હોય છે, પરંતુ 7 વર્ષની આ ભેસનું વજન 1000 કિલોને પાર કરી ગયું છે. જેથી આ ભેંસ જે ચર્ચા સ્થાને જોવા મળે છે.
1000 કિલોની જાફરાબાદી ભેંસ
કામધેનું યુનિવર્સિટીમાં આવેલા પશુ ઉછેર કેન્દ્રમાં એક જાફરાબાદી ભેસનું વજન 1000 કિલોની પાર કરી ગયું છે. સામાન્ય રીતે જાફરાબાદી ભેંસ અને પાડો તેના કદાવર શરીર, ઘાટો કાળો રંગ વિશેષ પ્રકારનું માથું અને શીંગડાની સાથે સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતા દુધાળા પશુ તરીકે આજે પણ ઓળખાય છે, પરંતુ કામધેનુ યુનિવર્સિટીના પશુ ઉછેર કેન્દ્રમાં એક હજાર કિલોની ભેંસ જોવા મળે છે. સામાન્ય રીતે જાફરાબાદી કુળના ભેંસ અને પાડાનું વજન 700 થી 800 કિલોની આસપાસ જોવા મળે છે, પરંતુ વર્ષ 2018માં જન્મેલી 7 વર્ષની આ ભેંસનું વજન 1000 કિલો જોવા મળે છે. જેથી તે અન્ય જાફરાબાદી ભેંસ કરતા અલગ જોવા મળે છે.

જાફરાબાદી ભેંસની વિશેષતા
જાફરાબાદી ભેંસ જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટ, મોરબી સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં અને ઉત્તર ગુજરાતની સાથે ભારતના અન્ય રાજ્યોમાં પણ દુધાળા પશુ તરીકે પ્રસ્થાપિત થઈ છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ અનુકૂલન સાધેલી જાફરાબાદી ભેંસ તેના કદ અને દૂધ ઉત્પાદનને લઈને સૌથી વધારે કાર્યદક્ષ માનવામાં આવે છે. જાફરાબાદી કુળના ભેંસ અને પાડાનું કદ સૌથી મોટું હોવાથી તેને છોટા હાથીના ઉપનામ થી પણ ઓળખવામાં આવે છે.
જાફરાબાદી ભેંસના દૂધમાં સૌથી વધારે ફેટ હોવાથી તે દૂધ ઉત્પાદન માટે પણ સૌથી વધુ કારગર માનવામાં આવે છે. કેટલાક કિસ્સામાં આ ભેંસના કપાળ, પગના તળિયા, પૂંછડી અને નાક પર સફેદ કલરના તિલક જેવા મળે છે. આવી ભેંસને ચાંદની જાફરાબાદી ભેંસ તરીકે ઓળખવામાં આવે છે.

વાર્ષિક 2500 થી લઈને 3700 લીટર દૂધ ઉત્પાદનની ક્ષમતા
જાફરાબાદી કુળની ભેંસ દૂધ ઉત્પાદનને લઈને પણ પણ સૌથી વધારે પશુપાલકોમાં પ્રસિદ્ધ છે. જાફરાબાદી ભેંસના દૂધમાં 11 થી લઈને 14 સુધી અને કેટલાક કિસ્સામાં તો ફેટની ટકાવારી 14 ટકાને પાર થઈ જતા તેના રીડીંગ મશીનમાં પણ જોવા મળતા નથી. આટલી હદે ભેંસના દૂધમાં ફેટ જોવા મળે છે. સામાન્ય જાફરાબાદી ભેંસ પ્રતિ વર્ષ 2000 થી લઈને 2500 લીટર દૂધનું ઉત્પાદન કરી શકવામાં સક્ષમ હોય છે, પરંતુ ખૂબ સારી માવજત કરવામાં આવે તો પ્રત્યેક જાફરાબાદી ભેંસ એક વર્ષમાં સરેરાશ 3700 લીટર અને તેના કરતાં પણ વધારે દૂધનું ઉત્પાદન આપી શકે છે. જેથી તે પશુપાલકોને દૂધ ઉત્પાદનની દ્રષ્ટિએ સારો આર્થિક લાભ પણ અપાવે છે.

ભેંસને આપવામાં આવતું ખાણદાણ અને ચારો
જાફરાબાદી કુળની ભેંસને તેના દૂધ ઉત્પાદનના 50 પ્રકારની સરખામણીએ 2 તૃતીયાંશ જેટલો લીલો અને એક તૃતીયાંશ જેટલો સુકોચારો આપવામાં આવે તો દૂધ ઉત્પાદનમાં ખૂબ સારો લાભ વધી શકે છે. જો કોઈ જાફરાબાદી ભેંસ તેના દૂધ ઉત્પાદનમાં સૌથી સારું પરિણામ આપતી હોય તો તેના દૂધ ઉત્પાદનના 50%ની સામે 60 ટકા જેટલું ખાણદાણ આપવામાં આવે તો આવી ભેંસોની દૂધ ઉત્પાદન ક્ષમતા વધારી શકાય અને તેની દૂધ ઉત્પાદન મૂળભૂત ક્ષમતા છે, તેને જાળવી રાખવામાં પણ લીલો અને સુકા ચારાની સાથે ખાણદાણ પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.

આ પણ વાંચો...

