જામનગર: જામનગરની ભાગોળે આવેલા નવા નાગના ગામમા દાના બાપાની જગ્યાએ શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અહીં સથવારા સમાજની 5000 જેટલી મહિલાઓ દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન મેદાન પર ભવ્ય દ્રશ્યો સર્જાયા હતા.
હાલ ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે. ત્યારે અનેક જગ્યાએ શ્રીમદ ભાગવત કથાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ધાર્મિક પ્રજાજનો ઉપસ્થિત રહેતા હોય છે.
જામનગરના નવા નાગના ગામમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સથવારા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને 5,000 જેટલી મહિલાઓએ મહારાસ યોજ્યો હતો.
સથવારા સમાજના અગ્રણી જણાવી રહ્યા છે કે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં અહીં ભક્તજનો શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરવા માટે આવે છે. તો સાંજના સમયે સથવારા સમાજની બહેનો દ્વારા ભવ્ય મહારાજનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં સથવારા સમાજના પ્રમુખ નટુભાઈએ જણાવ્યું કે, અમારા જામનગર અને દ્વારકા બે જિલ્લાના રાઠોડ પરિવાર વતી અમારા દાદા દાનાભાઈના સાનિધ્યમાં મહાસપ્તાહનું આયોજન કરેલું છે. તેમાં અમારા સથવારા સમાજની બહેનોનું મહારાસનું આયોજન કર્યું છે, જેમાં બે જિલ્લાની બહેનો અહીં રાસ રમવા માટે આવ્યા છે. આશરે બહેનો 4થી 5 હજાર હશે.
આ પણ વાંચો: