જામનગર: ભારતીય દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે જામનગર જિલ્લા પોલીસે ફોરેસ્ટ વિભાગના સહયોગથી એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. 'A' અને બેડી મરીન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં લેન્ડિંગ પોઈન્ટ નજીક આવેલા 9 અનધિકૃત ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા છે. આ દબાણો મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરીની જૈવવિવિધતા અને મેગ્રુવ્સ માટે જોખમરૂપ હતા.
અગાઉ પણ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું હતું
ભારતનો લાંબો દરિયાકિનારો સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. ખાસ કરીને ગુજરાતનો દરિયાકિનારો, જે પાકિસ્તાન સાથે જોડાયેલો છે, તે ઘૂસણખોરી અને દાણચોરી જેવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે સંભવિત માર્ગ બની શકે છે. લેન્ડિંગ પોઈન્ટ્સ પાસે અનધિકૃત દબાણો સુરક્ષા એજન્સીઓ માટે દેખરેખ અને નિયંત્રણમાં અવરોધ ઊભા કરે છે. આ દબાણો ગુપ્ત પ્રવૃત્તિઓ માટે આશ્રયસ્થાન પણ બની શકે છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઊભો કરે છે.
અહીં રાષ્ટ્રીય સુરક્ષાનો હતો પ્રશ્ન?
આ ઉપરાંત, આ દબાણો મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી જેવા સંવેદનશીલ પર્યાવરણીય વિસ્તારોમાં આવેલા હતા. આ સેન્ચ્યુરીઓ દુર્લભ જૈવવિવિધતા અને મેન્ગુવ જંગલોનું ઘર છે, જે દરિયાઈ જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અનધિકૃત બાંધકામો અને માનવીય પ્રવૃત્તિઓ આ નાજુક પર્યાવરણને નુકસાન પહોંચાડી રહી હતી.
દબાણ હટાવવા અંગે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, જામનગરના દરિયા કિનારે રાત્રિના સમયે ધાર્મિક સ્થાનોનું ગેરકાયદેસર બાંધકામ જેસીબી મશીન મારફતે તોડી પાડવામાં આવ્યું છે. જોકે તંત્ર દ્વારા તમામ લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી. યોગ્ય પુરાવા તેમજ જવાબ ન મળવાના કારણે તોડી પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: