અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 148 મી રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 27 જૂનના રોજ આ રથયાત્રા નીકળશે. જે માટે રથયાત્રા પહેલા જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ જળયાત્રાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. તમને જણાવી દઈએ કે, ભગવાન જગન્નાથ આજે એટલે કે બુધવારે મોસાળમાં જશે. અહીં મોસાળમાં ભાણેજનું સ્વાગત કરવા માટે તમામ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ છે.
આ વખતે મોસાળમાં ચાર કિલોમીટર લાંબી શોભાયાત્રા કાઢવામાં આવશે. ભજન, કીર્તન, ઢોલના તાલે મોસાળ વાસીઓ ભાણેજનું સામૈયુ કરશે. સરસપુરના રણછોડરાય મંદિરમાં ભગવાનના સ્વાગતની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંપરા અનુસાર જગન્નાથજી પંદર દિવસ મોસાળમાં એટલે કે મામાના ઘરે રહેશે.
મોસાળ વાસીઓ ભાણેજ બનીને આવેલા ભગવાનને લાડ લડાવ્યો ઉત્સવ મનાવશે. તે દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. રણછોડરાયજી મંદિર ખાતે ભગવાનના મનોરથ તથા રાત્રી ભોજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

રણછોડરાય મંદિરના ટ્રસ્ટી ઉમંગ પટેલે જણાવ્યું હતું કે, "ભગવાન 15 દિવસ સુધી મોસાળમાં રહેશે, તે માટે તમામ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ છે. તેમને લાડ લડાવવા માટે અનેક પ્રકારની તૈયારીઓ મંદિર દ્વારા કરવામાં આવે છે. તેમના સ્વાગત માટે આ વખતે પહેલી વખત રંગોળીથી રોડને પ્રિન્ટ કરવામાં આવ્યા છે અને ટેન્ટ પણ બાંધવામાં આવ્યા છે. અલગ અલગ ભજન મંડળીઓ પણ આમાં જોડાશે. મોસાળમાં ચાર કિલોમીટર લાંબી શોભાયાત્રા કાઢવામાં આવશે. ભજન, કીર્તન, ઢોલના તાલે મોસાળ વાસીઓ ભાણેજનું સામૈયુ કરશે. આ દરમિયાન ભજન, કીર્તન, ડાન્સ ગ્રુપ અખાડા દ્વારા સ્વાગત કરવામાં આવશે અને આ બધા શોભાયાત્રામાં જોડાશે."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોર્પોરેશન અને પોલીસ તરફથી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને દર વર્ષે સારો સહયોગ રહે છે. જાગૃતીબેન ત્રિવેદી દ્વારા આ વખતે મામેરા તરફથી પિયા યજમાની કરવામાં આવશે.

આ પણ વાંચો: