Income tax operation: ગાંધીનગરમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સનું ઓપરેશન, 100થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા

author img

By ETV Bharat Gujarati Desk

Published : Feb 8, 2024, 1:22 PM IST

Income tax operation

13:16 February 08

Income tax operation after a long time in the state capital Gandhinagar

ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સના દરોડા પાડવામાં આવ્યાં છે, ગાંધીનગરના Psy ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ દ્વારા તપાસ કરવામાં આવી. આ ઉપરાંત બંકીમ જોશી અને નિલય દેસાઈ, વિક્રાંતપુરોહિત સહિતના ભાગીદારોને દરોડાની કાર્યવાહી કરવામાં આવી. ગાંધીનગર સેક્ટર 8 અને સેક્ટર 21 સહિતના વિસ્તારોમાં ઇન્કમટેક્સ ટુકડીઓ ત્રાટકી છે. ગાંધીનગરમાં જ એક સાથે 27 જગ્યા ઉપર તપાસ ચાલી રહી છે. એવું જાણવા મળ્યું છે કે, આ કાર્યવાહીમાં ઇન્કમટેક્સના 100થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.