ETV Bharat / state

અમરેલીમાં બે પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ: 14 વર્ષની સગીરાને પીંખી, 30 વર્ષની યુવતીની લાજ લૂંટી - RAPE COMPLAINT AGAINST POLICE

બાબરા અને અમરેલી સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ સામે 14 વર્ષની સગીરા અને 30 વર્ષની યુવતીને જાતીય દુષ્કર્મનો શિકાર બનાવવાની ફરિયાદ.

અમરેલી પોલીસ સ્ટેશનની તસવીર
અમરેલી પોલીસ સ્ટેશનની તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 30, 2025 at 10:16 PM IST

2 Min Read

અમરેલી: અમરેલી જિલ્લા પોલીસ માટે આજે સૌથી શરમના દિવસ તરીકે ઇતિહાસમાં નોંધાયો છે. બાબરા અને અમરેલી સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ સામે 14 વર્ષની સગીરા અને 30 વર્ષની યુવતીને જાતીય દુષ્કર્મનો શિકાર બનાવવાની ફરિયાદ બાબરા અને અમરેલી શહેર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ફરિયાદીની ફરિયાદને આધારે ફરાર બંને પોલીસકર્મીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આજનો દિવસ અમરેલી પોલીસ માટે કલંકિત
30 મે 2025, આજનો દિવસ અમરેલી જિલ્લા પોલીસ માટે કલંકિત દિવસ તરીકે યાદ કરવામાં આવશે. બાબરા અને અમરેલી શહેર પોલીસ મથકમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મીઓ સામે 14 વર્ષની કિશોરી અને 30 વર્ષની યુવતી પર જાતીય દુષ્કર્મ આચરીને તેને તરછોડી દેતા બાબરા અને અમરેલી શહેર પોલીસ મથકમાં દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરી અને યુવતીએ ફરિયાદ નોંધાવી છે. બાબરા અને અમરેલી શહેરના પોલીસકર્મી વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધીને ફરાર બંને પોલીસ કર્મચારીની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

બાબરા પોલીસ સ્ટેશનની તસવીર
બાબરા પોલીસ સ્ટેશનની તસવીર (ETV Bharat Gujarat)

બાબરામાં 14 વર્ષની કિશોરી દુષ્કર્મનો શિકાર
બાબરા પોલીસ મથકમાં પાછલા એકાદ વર્ષથી ફરજ બજાવતા પોલીસ કર્મીએ બાબરામાં રહેતી 14 વર્ષની કિશોરીને ધાકધમકી આપી અને શરીર સાથે અડપલા કરીને તેનું અપહરણ કર્યા બાદ તેને જાતીય દુષ્કર્મનો શિકાર બનાવીને રસ્તામાં છોડીને પોલીસકર્મી ફરાર થઈ ગયો છે. ચાર મહિનાથી પોલીસ કર્મી બાબરાની કિશોરીને અવારનવાર ટ્યુશન ક્લાસીસમાં જવાના સમયે અને અન્ય સમયે ધાકધમકી આપીને અવાવરું જગ્યા પર લઈ જઈને તેને જાતીય દુષ્કર્મનો શિકાર બનાવતો હતો. બાબરા પોલીસ કર્મીએ કિશોરીની માતાનો નંબર માંગવાને બહાને કિશોરી સાથે સ્નેપ ચેટમાં એકાઉન્ટ બનાવીને વાતચીત કરી હતી. ત્યારબાદ ચમારડી નજીક આજથી એક મહિના પૂર્વે જાતીય દુષ્કર્મ આચાર્ય હતું. ત્યારબાદ મે મહિનાની 29 તારીખે બાબરાની કમળશી હાઈસ્કૂલ નજીક અવાવરું છાપરામાં કિશોરીને જાતિય દુષ્કર્મનો શિકાર બનાવી હતી. પાછલા એક વર્ષથી ચાલતો આવતો ધાક ધમકી અને જાતીય દુષ્કર્મનો શિકાર બનેલી કિશોરીએ પરિવારજનોને સમગ્ર હકીકત જણાવતા આજે બાબરા પોલીસમાં પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

લગ્નની લાલચ આપીને અમરેલીમાં દુષ્કર્મ
આજના દિવસે અમરેલી પોલીસ મથકમાં પણ અન્ય એક પોલીસ કર્મચારી વિરુદ્ધ ત્રીસ વર્ષની યુવતીને લગ્નની લાલચ આપીને અવારનવાર જાતીય દુષ્કર્મનો ભોગ બનાવવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 29 મે 2025 ના દિવસે અમરેલી શહેરના નાગનાથ મંદિર જવાના માર્ગ પર ગાંધીબાગ પાસે 30 વર્ષની યુવતીને અમરેલી શહેરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ યુવતી પર જાતીય દુષ્કર્મમાં આચરીને તેને તરછોડી દીધાની પોલીસ ફરિયાદ આજે અમરેલી શહેર પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં પણ ફરાર પોલીસ કર્મીને પકડી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બાબરા અને અમરેલી શહેર પોલીસને તપાસ
બાબરા અને અમરેલી શહેરમાં કિશોરી અને યુવતી પર પોલીસકર્મી દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મની ફરિયાદ બાબરા પોલીસ સ્ટેશનના મહિલા પી આઈ જે.આર સરવૈયા ચલાવી રહ્યા છે. ફરિયાદ નોંધાતા જ ફરાર પોલીસ કર્મીને પકડવા માટે બાબરા પોલીસની ટીમ કામે લાગી છે. જેની આગેવાની મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સરવૈયા કરી રહ્યા છે. તો બીજી તરફ અમરેલી શહેરમાં નોંધવામાં આવેલી પોલીસ ફરિયાદમાં સીટી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી લુવા સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે અને તેમણે પણ ટીમ બનાવીને ફરાર પોલીસ કર્મીને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:

  1. મનરેગા કૌભાંડમાં બીજા કેસમાં મંત્રી બચુ ખાબડના પુત્રને 7 દિવસના રિમાન્ડ પર મોકલાયો
  2. સુરત એરપોર્ટ પર પક્ષી ભગાડતા ફોડેલા ફટાકડાથી આગ લાગી, કલાકો સુધી ફ્લાઈટ્સનું સંચાલન ખોરવાયું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.