જો તમારી પાસે પાલતુ પ્રાણી હોય તો ચોમાસામાં આ રીતે રાખો કાળજી, જાણો તબીબોની સલાહ
ચોમાસા દરમિયાન પાલતુ પ્રાણી રાખનાર પ્રત્યેક વ્યક્તિએ તબીબની દેખરેખ તેના પ્રાણીઓની વિશેષ કાળજી રાખવામાં આવે તો ચોમાસા દરમિયાન તેમને ઘણા રોગોથી બચાવી શકાય છે.

Published : July 29, 2025 at 2:17 PM IST
જુનાગઢ: ચોમાસા દરમિયાન પાલતુ પ્રાણીઓ પણ વાઈરલ ઇતડી અને ચામડીના રોગોથી પીડાતા હોય છે. ચોમાસાના આ સમય દરમિયાન પાલતુ પ્રાણી રાખનાર પ્રત્યેક વ્યક્તિએ તબીબની દેખરેખ તેના પ્રાણીઓની વિશેષ કાળજી રાખવામાં આવે તો ચોમાસા દરમિયાન પાલતુ પ્રાણીને વાઇરલની સાથે અન્ય રોગોથી બચાવી શકાય છે. પરંતુ જો કોઈ પણ સ્થિતિમાં પાલતુ પ્રાણીને કોઈ ઇન્ફેક્શન લાગે તો તેના માટે તે પ્રાણ ઘાતક પણ બની શકે છે.
પાલતુ પ્રાણીઓની વિશેષ દેખભાળ
ચોમાસા દરમિયાન પાલતુ પ્રાણીઓની વિશેષ દેખભાળ રાખવાથી તેને વાયરલ ઈતડી અને ચામડીના રોગની સાથે અન્ય રોગ કે જે કેટલાક કિસ્સામાં મનુષ્યથી પ્રાણીમાં અને પ્રાણીથી પ્રાણીમાં ફેલાતા હોય છે. ચોમાસા દરમિયાન પશુ તબીબને ખાસ સલાહ અને પાલતુ પ્રાણીને નિયમિત રીતે ચોમાસા દરમિયાન સ્વાસ્થ્યની કાળજી રાખવામાં આવે તો, આ સમય દરમિયાન બિલાજી, ડોગ સહિત અન્ય પાલતુ પ્રાણીઓને બીમારીથી બચાવી શકાય છે. ચોમાસા દરમિયાન ઈતડી, વાઇરલ, ચામડી અને અન્ય રોગો થવાની પૂરી શક્યતા છે. જેને કારણે ચોમાસા પૂર્વે જ અને ચોમાસાના દિવસો દરમિયાન પાલતુ પ્રાણીને વિવિધ પ્રકારની રસી અને રોગપ્રતિકારક દવાનો કોર્સ કરાવીને પણ પાલતુ પ્રાણીને ચોમાસામાં બીમારીથી બચાવી શકાય છે.
ચોમાસા દરમિયાન રાખવી પડતી કાળજી
ચોમાસુ શરૂ થાય તે પૂર્વે જ તમામ પાલતુ પ્રાણીને રસીથી સુરક્ષિત કરીને તેને રોગ ન થાય તે માટે આગળ આવવું જોઈએ અને વધુમાં ચોમાસા દરમિયાન ઈતડી, વાઇરલ અને ચામડીના રોગો થાય છે. આ સમય દરમિયાન ઇતળીનો સૌથી વધારે ઉપદ્રવ હોય છે. આવી સ્થિતિમાં પાલતુ પ્રાણીને યોગ્ય તપાસ કરાવીને તેને ઈતડીથી મુક્ત રાખવું જોઈએ વધુમાં ઇતળી કરડવાથી જે રોગ પશુઓને થાય છે, તેની રસી પણ મુકાવી જોઈએ ચોમાસામાં વધારે પ્રમાણમાં ભેજ થવાને કારણે ચામડીમાં પણ વિવિધ પ્રકારના ચેપી રોગો થતા હોય છે. જેનાથી બચવા માટે નિયમિત રીતે પશુ તબીબની દેખરેખ હેઠળ પાલતુ પ્રાણીની સારવાર કરવી જોઈએ અને પગના પંજામાં ખાસ ભેજ રહેવાને કારણે ત્યાંથી બીમારીની શરૂઆત થાય છે. ચોમાસામાં પ્રત્યેક પાલતુ પ્રાણીને સ્નાન કરાવ્યા બાદ એકદમ ભેજ મુક્ત કરવાથી પણ ફૂગ અને અન્ય ભેજને કારણે થતી ચામડીની સમસ્યાથી દૂર રાખી શકાય છે.

લેપટોસ્પાયરોસિસથી ખૂબ સાવચેતી જરૂરી
ચોમાસા દરમિયાન પાલતુ પ્રાણીઓમાં લેપટોસ્પાઈરોસીસનો ઉપદ્રવ પણ ખૂબ વધતો હોય છે, આ બીમારી કોઈપણ પાલતુ પ્રાણી માટે પ્રાણ ઘાતક હોય છે. જેથી તબીબની યોગ્ય સારવાર ચોમાસા દરમિયાન પાલતુ પ્રાણીને લઈને મેળવવી જોઈએ વધુમાં ચોમાસા દરમિયાન ફૂગ અને રીંગવોર્મના કારણે પણ કેટલીક બીમારી થતી હોય છે. ચોમાસા દરમિયાન કોઈ પણ પ્રાણીની પાચન ક્રિયા ખૂબ નબળી પડતી હોય છે, આવી સ્થિતિમાં કોઈપણ પાલતુ પ્રાણીને અન્ય ઋતુની સરખામણીએ તેના ખોરાકમાં 20 ટકાનો ઘટાડો કરીને તેને પાચન અને ખોરાકની દૃષ્ટિએ પણ તંદુરસ્ત રાખવા જોઈએ.
ચોમાસા દરમિયાન એકદમ ભારી ખોરાકની જગ્યા પર પાલતુ પ્રાણીને દહીં,છાશ અને ફ્રુટ જેવા ખોરાક આપીને ચોમાસામાં થતા રોગોથી બચાવી શકાય છે, વધુમાં કોઈ પણ પ્રાણી સવાર કે સાંજના સમયે વૉક માટે પણ નીકળતા હોય છે,આવી સ્થિતિમાં ચોમાસા દરમિયાન ઊગેલું કોઈ પણ ઘાસ કે અન્ય અજાણ્યા છોડો પાલતુ પ્રાણી ન ખાઈ જાય તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. જો કોઈ અજાણી વનસ્પતિ કોઈ પણ પ્રાણી ખાઈ જાય તો તેનું મોત પણ થઈ શકે છે આ પ્રકારની સાવચેતી રાખવાથી ચોમાસા દરમિયાન પાલતુ પ્રાણીને તંદુરસ્ત રાખી શકાય છે.

