કચ્છ: જિલ્લાના રાપર તાલુકાના ગોવિંદપર ગામમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ગુનાહિત ઈતિહાસ ધરાવતા બે આરોપીઓએ સરકારી જમીન પર બનાવેલી ગેરકાયદે દુકાનો પર બુલડોઝર ફેરવ્યું છે. પૂર્વ કચ્છ વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના ગેરકાયદેસર દબાણો અને બાંધકામો પર તંત્રની બુલડોઝર ફેરવવાની કામગીરી યથાવત રહી છે.
પોલીસની ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહીમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા મહેન્દ્રસિંહ અચુભા સોઢા અને નાગજી નોઘા ભરવાડના ઘેર કાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવીને કામગીરી કરવામાં આવી છે. બંને આરોપીઓએ ગોવિંદપર બસ સ્ટેશનની બાજુમાં સરકારી પડતર જમીન પર 10 બાય 10 ફૂટની ગેરકાયદેસર દુકાનો બનાવી હતી. ગેરકાયદેસર દબાણ તોડી પાડવાની કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
રાપર પોલીસ સ્ટેશનના પીઆઇ જે.બી.બુબડીયાએ જણાવ્યું હતું કે, આરોપી મહેન્દ્રસિંહ સોઢા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ 4 ગુના નોંધાયેલા છે. આ ગુના આડેસર અને રાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. બીજી તરફ, નાગજી ભરવાડ સામે મારામારી અને પશુ સંરક્ષણ ધારા હેઠળ 3 ગુના દાખલ થયેલા છે.
આ પણ વાંચો: