દુધરેજ વડવાળા ગામના મંદિરે હોલિકા દહનનું આયોજન, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી શ્રી વડવાળા મંદિર દુધરેજ ખાતે હોળી મહોત્સવ 2025 ના મંગલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

Published : March 14, 2025 at 6:56 AM IST
સુરેન્દ્રનગર: જિલ્લામાં આવેલ દુધરેજ ખાતે અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ ગાદી વડવાળા મંદિરે પ્રાગટ્ય દિવસે પરંપરાગત રીતે 31,000 ગૌમાતાના છાણથી શાસ્ત્રોક્ત વિધિથી હોલિકા દહન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં રબારી સમાજ સહિત ગ્રામજનો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી શ્રી વડવાળા મંદિર દુધરેજ ખાતે હોળી મહોત્સવ 2025 ના મંગલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હોળીકા દહનમાં 31,000 ગૌ માતાના છાણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી હોળીકા દહન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં નાત, વિહોતર, માલધારી સમાજ તેમજ ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર મંદિરના પતંગગણ રોશનીથી શણગારવામાં આવ્યું હતું. સંધ્યા આરતીમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મહાપ્રસાદ તેમજ રાત્રે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર, હોળી અને ધુળેટીના બે દિવસ દરમિયાન ત્રણ લાખથી વધુ ભક્તો વડવાળા ધર્મ ગુરુ ગાદીના દર્શન કરશે.


આ પણ વાંચો:

