ETV Bharat / state

લાલ ઉપરાંત પીળું ડ્રેગન ફ્રુટ પણ છે કમાલ, આયુર્વેદની દ્રષ્ટિએ છે આટલું ફાયદાકારી

લાલ ઉપરાંતા પીળા ડ્રેગન ફ્રુટના સ્વાદમાં થોડો ઘણો ફર્ક છે, પરંતુ પોષક તત્વો અને આયુર્વેદની દ્રષ્ટિએ કોઈ પણ વ્યક્તિ માટે અમૃત સમાન છે, જાણો ફાયદા

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 2, 2025 at 10:36 AM IST

|

Updated : August 2, 2025 at 5:36 PM IST

4 Min Read
Choose ETV Bharat

જુનાગઢ: ડ્રેગન ફ્રુટ એક એવું ફળ કે જે કોઈપણ વ્યક્તિ માટે ન માત્ર આરોગ્યની દ્રષ્ટિએ પરંતુ શરીરના આંતરિક અંગોની સાથે ચામડી અને હૃદય માટે પણ આટલું જ પોષક તત્વ ભરેલું ફળ માનવામાં આવે છે. અત્યાર સુધી સ્થાનિક બજારોમાં માત્ર લાલ કલરના ડ્રેગન ફ્રુટ જોવા મળતા હતા, પરંતુ હવે પીળા કલરના ડ્રેગન ફ્રુટ પણ જોવા મળી રહ્યા છે. બંને ડ્રેગન ફ્રુટ પોષક તત્વો ખનીજ અને વિટામિનની દ્રષ્ટિએ એક સરખું મહત્વ ધરાવે છે, પરંતુ સ્વાદની દૃષ્ટિએ બંને ડ્રેગન ફ્રુટ થોડા અલગ પડે છે, ત્યારે જુઓ ડ્રેગન ફ્રુટમાં કેવા પોષક તત્વો સામેલ છે અને તે શરીરને કઈ રીતે ઉપયોગી બની શકે છે?

બંનેમાં પોષણ એક સમાન

ડ્રેગન ફ્રુટ આજથી પાંચ સાત વર્ષ પહેલા આ ફળ ભારતની બજારોમાં વિદેશી ફળ તરીકે ઓળખાતું હતું. વિયતનામ, થાઈલેન્ડ, ચીન સહિતના દેશોમાંથી આ ફળની ખાસ આયાત કરવામાં આવતી હતી. થોડા વર્ષો બાદ ભારતમાં ડ્રેગન ફ્રુટની ખેતી શરૂ થઈ અને આજે સ્થાનિક બજારમાં ડ્રેગન ફ્રુટ ભારતમાં પણ મળી રહ્યા છે, ત્યારે વિયતનામનું પીળા કલરનું ડ્રેગન ફ્રુટ પણ હવે બજારમાં આવ્યું છે. આગામી દિવસોમાં આ ડ્રેગન ફ્રુટની પણ વ્યાપારિક ધોરણે ખેડૂતો ભારતમાં ખેતી કરતા થઈ જશે.

લાલ ઉપરાંત પીળું ડ્રેગન ફ્રુટ પણ છે કમાલ (Etv Bharat Gujarat)

દેખાવમાં બિલકુલ એકદમ અલગ લાલ અને બીજું લીંબુ પીળા કલરનું, આ બંને ડ્રેગન ફ્રુટ સ્વાદની દૃષ્ટિએ થોડા ઘણા અલગ જોવા મળે છે, પરંતુ પોષક તત્વો વિટામીન ખનીજ અને અન્ય શરીરને ઉપયોગી ફાયબર બંને ડ્રેગન ફ્રુટમાં એક સમાન જોવા મળે છે. આજે સ્થાનિક બજારમાં પીળા અને લાલ ડ્રેગન ફ્રુટ મળી રહ્યા છે. જેમાં લાલ અને પીળા ડ્રેગન ફ્રુટ વચ્ચે 100 રૂપિયા પ્રતિ કિલોનું અંતર છે. લાલ ડ્રેગન ફ્રુટ સો રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે, જ્યારે પીળા ડ્રેગન ફ્રૂટ 200 રૂપિયા પ્રતિ કિલો બજારમાં વેચાતા જોવા મળે છે.

લાલ ઉપરાંત પીળું ડ્રેગન ફ્રુટ પણ છે કમાલ (Etv Bharat Gujarat)

પોષક તત્વોથી ભરપૂર

પીળા અને લાલ ડ્રેગન ફ્રુટમાં વિટામીન, મિનરલ, ફાઇબર અને એન્ટી ઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. મુખ્યત્વે વિટામીન C, B, B12, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને એન્ટી ઓક્સિડન્ટની સાથે ફાઇબર આ એવા રાસાયણિક તત્વો છે કે જે કુદરતમાંથી સીધા માનવ સ્વાસ્થ્યને સંપૂર્ણ પણે ઉપયોગમાં આવે તે પ્રકારે ડ્રેગન ફ્રુટમાં કુદરતી રીતે સમાયેલા જોવા મળે છે, જેથી કોઈ પણ વ્યક્તિ ડ્રેગન ફ્રુટનું સેવન કરે તો કુદરતી રીતે તેને વિવિધ પ્રકારના વિટામિન, મિનરલ, ખનીજ તત્વો, પોટેશિયમ, મેગ્નેશિયમ સહિત અનેક એન્ટી ઓક્સિડન્ટ કે જે માનવ સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે ખૂબ જ મહત્વના છે તે ફળ મારફતે શરીરને પ્રાપ્ત થતા હોય છે.

200 રૂપિયા પ્રતિકિલો વેચાતું ડ્રેગન ફ્રુટ
200 રૂપિયા પ્રતિકિલો વેચાતું ડ્રેગન ફ્રુટ (Etv Bharat Gujarat)

રોગપ્રતિકારક શક્તિ વધારે

ડ્રેગન ફ્રુટનું સૌથી જમા પાસું એ છે કે, તે કોઈપણ વ્યક્તિમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જેથી કોઈ પણ વ્યક્તિના શરીરમાં ટ્રેસનું પ્રમાણ ઘટે છે જેથી શરીરમાં નાના-મોટા રોગનો પ્રવેશ થતો નથી વધુમાં ડ્રેગન ફ્રુટમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોવાને કારણે તે પાચન ક્રિયાને એકદમ વેગવંતી કરે છે, વધુમાં ડ્રેગન ફ્રુટમાં હાજર કુદરતી તત્વો મીનરલ વિટામિન્સ અને ફાયબર શરીરની ઇમ્યુન સિસ્ટમને જાગૃત કરવા માટે પણ ખૂબ જ મહત્વનું ફળ બની રહ્યું છે. ડ્રેગન ફ્રુટને હાડકા, હૃદય, ચામડી અને આંતરડા માટે શ્રેષ્ઠ ફળ માનવામાં આવ્યું છે.

લાલ અને પીળા ડ્રેગન ફ્રુટમાં પોષક તત્વો એક સમાન
લાલ અને પીળા ડ્રેગન ફ્રુટમાં પોષક તત્વો એક સમાન (Etv Bharat Gujarat)

આંતરિક અંગો માટે પણ ખૂબ મહત્વનું

ડ્રેગન ફ્રુટમાં સામેલ કુદરતી તત્વો શરીરના આંતરિક અંગો માટે પણ આટલા જ મહત્વના બની રહે છે, જેમાં ડ્રેગન ફ્રુટમાં રહેલું પોટેશિયમ રક્ત પ્રવાહને સંતુલિત રાખવાની સાથે હૃદય સંબંધી જે બીમારીઓ આજના સમયમાં થતી હોય છે, તેને ઘટાડવામાં કે અટકાવવામાં ખૂબ મદદરૂપ બને છે, સાથે સાથે લોહીમાં જે સર્કરા છે, તેના પ્રમાણને પણ કાબુમાં રાખીને ફાઇબર એન્ટિઓક્સિડન્ટનું કામ પણ કરે છે. ફાઇબરથી કોઈ પણ વ્યક્તિમાં કબજિયાતનો પ્રશ્ન હોય તો તેને પણ દૂર કરવામાં મદદરૂપ બને છે. ડ્રેગન ફ્રુટમાં રહેલું વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટ ચામડી માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે, જેના થકી ચામડીમાં પડતી કરચલીઓને અટકાવી શકાય છે, જેથી કોઈ પણ વ્યક્તિને યુવાની ટકાવી રાખવામા મદદરુપ બને છે, ડ્રેગન ફ્રુટને જ્યારે તાજુ ખાવામાં આવે તો સૌથી વધારે ફાયદા થતા હોય છે.

પોષક તત્વો, ખનીજ અને વિટામિનની દ્રષ્ટિએ એક સરખું મહત્વ ધરાવે છે બંને ડ્રેગન ફ્રુટ
પોષક તત્વો, ખનીજ અને વિટામિનની દ્રષ્ટિએ એક સરખું મહત્વ ધરાવે છે બંને ડ્રેગન ફ્રુટ (Etv Bharat Gujarat)

લોહીમાં વધેલા કોલેસ્ટ્રોલ ને કાબુ કરે

ડ્રેગન ફ્રુટમાં હાજર ખનીજ વિટામિન અને મિનરલની સાથે અન્ય કુદરતી તત્વો લોહીમાં વધેલા ખરાબ કોલેસ્ટ્રોલને કાબુ કરવાનું સૌથી મોટું કામ કરે છે, વધુમાં ડ્રેગન ફ્રુટને અન્ય ફળ સાથે દૂધ મેળવીને જ્યુસ બનાવવામાં આવે તો તે પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે, ડ્રેગન ફ્રુટમાં હાજર કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાની તંદુરસ્તી અને મજબૂતી માટે મહત્વના ખનીજ માનવામાં આવે છે. વધુમાં ડ્રેગન ફ્રુટ કેલેરીમાં ઓછું હોય છે, પરંતુ ફાઇબરમાં સૌથી વધારે પ્રમાણ જોવા મળે છે, જેથી કોઈ વ્યક્તિ પોતાનું વજન ઘટાડવા માગતું હોય તેવા વ્યક્તિઓ માટે ડ્રેગન ફ્રુટ આશીર્વાદ સમાન છે. ડ્રેગન ફ્રુટમાં હાજર કેરોટેનોઈડ્સ આંખ સંબંધી બીમારીમાં પણ ફાયદાકારક માનવામાં આવ્યું છે, વધુમાં ડ્રેગન ફ્રુટ કોઈ પણ કેન્સર ગ્રસ્ત કોષની વૃદ્ધિને અટકાવવા માટે તેમજ ચેતા સંબંધી કોઈ નાના મોટા પ્રશ્નો હોય તો તેમાં પણ સારું માનવામાં આવ્યું છે.

આયુર્વેદની દ્રષ્ટિએ ખુબ જ ફાયદાકારી  છે ડ્રેગન ફ્રુટ
આયુર્વેદની દ્રષ્ટિએ ખુબ જ ફાયદાકારી છે ડ્રેગન ફ્રુટ (Etv Bharat Gujarat)

ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જ્ઞાનને આધારે છે, જેથી અનુસરણ કરતા પહેલાં તબીબો કે નિષ્ણાંતોની સલાહ લેવી આવશ્યક છે.

  1. જો તમારી પાસે પાલતુ પ્રાણી હોય તો ચોમાસામાં આ રીતે રાખો કાળજી, જાણો તબીબોની સલાહ
  2. શ્રાવણ મહિનામાં મહાદેવને ખીર અર્પણ કરવાથી મનોકામના થશે પૂર્ણ, ભવનાથમાં શિવ ભક્તો માટે કરાયું આ આયોજન
Last Updated : August 2, 2025 at 5:36 PM IST