અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસોમાં અચાનક ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસોના આંકડા વધવાથી આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 6 જૂનના રોજ કોરોનાના 170 કેસ નોંધાયા છે. હાલમાં રાજ્યમાં કોરોનાના 717 એક્ટિવ કેસ છે. જયારે 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 694 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. જ્યારે 68 દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ વચ્ચે રાજ્યમાં કોરોનાના કેસને લઈને અમદાવાદમાં એક કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે.
કોરોનાને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શું નિવેદન આપ્યું?
શહેરના GMDC ગ્રાઉન્ડમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોરોનાના કેસ વિશે વાત કરતા જણાવ્યું કે, દેશમાં 4 થી 5 રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ઓમિક્રોન વાયરસ કોવિડ ફેમિલીનો જ એક વાયરસ છે. WHO દ્વારા પણ કહેવામાં આવ્યું છે, કે આ ઓમિક્રોન વાયરસ એટલો બધો ગંભીર નથી. આ વાયરસ વધારે લોકોને હાનિ પહોંચાડે કે, વધારે ફેલાવો થાય, કે વધારે લોકોના મૃત્ય થાય તેવું જણાય રહ્યું નથી. ગુજરાતમાં કોરોનાના કેસ વધવાને લઈને ગુજરાત સરકારે વેન્ટિલેટર, દવાઓ, આઇસીયુ બેડની પૂરતી વ્યવસ્થા કરી રાખી છે. ઓક્સિજન ટેંકની પણ મોકડ્રિલ કરીને પૂરતી વ્યવસ્થા રાખી છે. કોરોનાના કેસ વધવાથી ગર્ભવતી મહિલાઓએ પૂરતું ધ્યાન રાખવું. જે લોકોને શરદી, ઉધરસ કે તાવ છે, તે લોકોએ સારવાર લેવી અને ઘરમાં પોતાને આઇસોલેટ કરવા. સાથે જ ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ.
#WATCH Ahmedabad | On Covid, Gujarat Health Minister Rushikesh Patel says, " this omicron virus is a virus of the covid family, but it is not so serious. varieties of this virus do not seem to cause any harm or death. but we have made all our arrangements, all beds, ventilators,… pic.twitter.com/cPS56QT0mh
— ANI (@ANI) June 7, 2025
કોરોનાથી બચવા શું ધ્યાન રાખશો?
આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા નીચે મુજબ છે.
- હોમ આઈસોલેશનમાં રહેલ વ્યક્તિઓએ તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું.
- જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.
- ખાંસી/છીંક દરમિયાન નાક અને મોં ઢાંકવું, જાહેર સ્થળોએ થૂંકવું નહીં, વારંવાર સાબુથી હાથ ધોવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો વગેરે કોવિડ પ્રોપ્રિયોનેટ બિહેવિયરનું પાલન કરવું.
- કોમોર્બીડ કંડીશન ધરાવતા લોકો અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યા પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવો.
- કોવિડના કેસોમાં દર 1 થી 8 માસમાં રાઈજિંગ ટ્રેન્ડ આવતો હોય છે, તેથી ગભરાવાની જરૂર નથી. "સાવચેતી એ જ સમજદારી છે.
કોવિડના કેટલા વેરિયન્ટ?
કોવિડ પોઝિટિવ દર્દીના જીનોમ ફ્રિકવન્સી ટેસ્ટિંગ GBRC ગાંધીનગર ખાતે કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે JN.1, LF.7, LF.7.9 XFG Variant અને XFG Variant જોવા મળેલ છે. જે WHO ના ધારા ધોરણ મુજબ Variant of Interest છે. આમ, આ variant સામાન્ય પ્રકારના છે, જેમાં ગભરાવાની જરૂર નથી.
આ પણ વાંચો: