પાવાગઢ: સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે દર વર્ષની જેમ પરંપરા અને શ્રધ્ધા સાથે ચૈત્રી નવરાત્રીના આઠમાં નોરતે આઠમનો હવન મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસર માં કરવામાં આવ્યો હતો.જ્યારે નવરાત્રી ની આઠમના રોજ દોઢ લાખ જેટલા માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.ભક્તો એ માતાજી ના દર્શનની સાથે સાથે આઠમના હવનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.નવરાત્રી નો હવન માં હવન કુંડમાં આહુતિ આપવા બેઠેલ યજમાનો તેમજ તેમનો પરિવાર તેમજ ટ્રસ્ટી ગણ તેમજ મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે શ્રદ્ધાળુ યજ્ઞ મંડપની બહારથી હવનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો.
સાંજે હવન કુંડમાં શ્રીફળ હોમી શાસ્ત્રોક્ત વિધિવત રીતે યજ્ઞનું સમાપન કરવામાં આવ્યું હતું. જેમાં આઠમના નોરતાને લઇ માતાજીના ભકતો એ માતાજીના દર્શન ની સાથે સાથે માતાજીના આઠમના હવન દર્શન નો પણ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આઠમને લઈને માઈ ભક્તો નો ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.
ચૈત્રી નવરાત્રી હવે તેના અંતિમ દિવસ તરફ આગળ વધી રહી છે ત્યારે નવરાત્રિના નવ દિવસો દરમિયાન હવન અષ્ટમીના દિવસે શક્તિ સ્વરૂપા માં જગદંબાના સ્થાનોમાં યજ્ઞ અને તેમાં આહુતિ આપવાનો પણ ખૂબ વિશેષ મહત્વ જોવા મળે છે. ચૈત્રી નવરાત્રીને અનુષ્ઠાન અને આરાધના ના પર્વ તરીકે પણ સનાતન ધર્મમાં ઓળખવામાં આવે છે ત્યારે 51 શક્તિપીઠ પૈકીના પાવાગઢ ખાતેના મહાકાળી મંદિરે આજે હવન પૂજાની વિધી આરંભાઈ હતી. જેને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકો મોટી મેદની પર દર્શન માટે ઉમટી પડી હતી.