પંચમહાલ: જીલ્લામાં આવેલા પોલીસ મથકોના વિસ્તારમાં સટ્ટા જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી હોય તો તેના પર પંચમહાલ જીલ્લા પોલીસ રેન્જ આઈ જી તેમજ જીલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરવા સુચનો આપવામાં આવ્યા હતા. જેના ભાગરુપે પંચમહાલના હાલોલ ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ આર.એ.જાડેજાને બાતમી મળી હતી કે, આઈપીએલ પર સટ્ટો રમાઈ રહ્યો છે.
આ મામલે પોલીસ ટીમ સાથે જઈને રેડ પાડતા સટ્ટો રમતા ઈસમો માં ફફડાટ વ્યાપી ગયો હતો પોલીસે ચાર જેટલા ઈસમોને સ્થળ પરથી દબોચી લીધા હતા. પકડાયેલા ઈસમોમાં (1) રાજકુમાર ચાંદવાણી રહે,વારસીયા વડોદરા (2) તરુણ રાજપુત રહે, કારેલીબાગ વડોદરા (3) મહમદ શબનાન અંસારી રહે, વારસીયા વડોદરા (4) રમેશભાઈ પરમાર રહે વીટોજ તા હાલોલનો સમાવેશ થાય છે. આ મામલે એક આરોપી મહેશભાઈ દવે રહે સાયન્સ સીટી અમદાવાદને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે મોબાઈલ ફોન, રોકડ રકમ, લેપટોપ ટેબલેટ સહિત કુલ પાડીને 4,45,000 લાખનો મુદામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધનીય છે કે, હવે માત્ર મોટા શહેરોમાં નહી પણ નાના શહેરોમાં પણ ક્રિકેટ મેચોના સટ્ટા રમાઈ રહ્યા છે. આઈપીએલ જેવી મેચો આવતા સટોડીયાઓ સક્રિય થઈ જાય છે. સટ્ટા પાછળ તો યુવાવર્ગ આર્થિક રીતે બરબાદ પણ થાય છે. હાલોલ ગ્રામ્ય પોલીસ દ્વારા રેડના પગલે અન્ય સટોડીયાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.
આ પણ વાંચો: