હૈદરાબાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીમાં તેમજ તાપમાનમાં ઘટાડો થયો હતો, જેના પરિણામ સ્વરૂપે લોકોને ભારે ગરમીથી રાહત મળી હતી. ઉપરાંત વાતાવરણમાં અણધાર્યો પલટો આવતા વરસાદ તેમજ વાદળછાયું વાતાવરણ પણ સર્જાયું હતું, પરિણામે ઠંડી લહેરો આવતી હતી. આવા વાતાવરણને કારણે રાજ્યના લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી હતી. જોકે હવે ફરી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. પરિણામે હવે લોકોને એપ્રિલની કાળઝાળ ગરમી વેઠવાનો વારો આવ્યો છે.
ભારતીય હવામાનની આગાહી (IMD)અનુસાર, રાજ્યમાં ત્રણ દિવસ ફરી તાપમાન વધવાની સંભાવના છે. પરિણામે રાજ્યના ચાર જિલ્લામાં યેલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આમ, 15, 16 , અને 17 એપ્રિલના રોજ યેલો એલર્ટ છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટનો સમાવેશ થાય છે. પરિણામે આ ચાર જિલ્લામાં અન્ય જિલ્લાઓની તુલનામાં આગામી દિવસોમાં વધુ ગરમી પાડવાની આશંકા હવામાન વિભાગે દર્શાવી છે. આ સમય દરમિયાન મહત્તમ તાપમાન 45 થી 43 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે.

જ્યારે 17 એપ્રિલ બાદ વાતાવરણમાં ફરી પલટો આવવાની શક્યતા દેખાઈ રહી છે. જેમાં વાતાવરણમાં તાપમાનનું પ્રમાણ ફરી ઓછું થશે. આમ, તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થતાં પરિસ્થિતિ ફરી સામાન્ય થશે. આ સમય દરમિયાન મહત્તમ તાપમાન ઘટીને 43 થી 40 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે.
IMD (India Meteorological Department) અનુસાર, જ્યારે છેલ્લા બે દિવસની વાત કરી તો, 14 એપ્રિલે રાજ્યમાં મહત્તમ તાપમાન કચ્છના કંડલા એરપોર્ટ ખાતે 43.6 ડિગ્રી સેલ્સિયસ તો, 13 એપ્રિલે મહત્તમ તાપમાન રાજકોટમાં 42.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, 14 એપ્રિલે અમરેલીમાં 22.2 ડિગ્રી સેલ્સિયસ અને 13 એપ્રિલે મહુવામાં 21.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
વધુ વિગતો જાણવા માટે IMDની સાઇટ mausam.imd.gov.in ની મુલાકાત લો.
આ પણ વાંચો: